ધ્રાંગધ્રાના કોંઢ ગામે શખ્સ સામે હથિયાર બંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા ધનજીભાઈ ગલાભાઈ વાઘેલાનો પુત્ર કુલદીપ ધનજીભાઈ વાઘેલા પોતાના જ પિતાને મર મારતો હોવાથી પિતા ધનજીભાઈ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશને લેખિત આરજી આપી હતી જે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક કોંઢ ગામે જઈ તપાસ કરતા કુલદીપ વાઘેલા પોતાના ઘર નજીક હાથમાં લાકડાનો ધોકો ધરણ કરી ઊભો હોય જેથી પોલીસે કુલદીપ વાઘેલાની ધરપકડ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ હથિયાર બંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ