ધ્રાંગધ્રાની ડીસીડબલ્યુ કંપની હડતાળિયા કામદારોનો સામૂહિક મુંડન કરાવી વિરોધ

ધ્રાગધ્રા તા. 29
એશિયાની પ્રથમ નંબરે આવતી સોડા એશની કંપની તરીકે જાણીતી ડી.સી.ડબલ્યુ કંપની એક સમયે ધ્રાગધ્રા પંથકમાં મોટા ભાગના લોકોને રોટલો આપતી હતી પરંતુ અહિ ધીરે-ધીરે રાજકારણીઓના પગપેસારાના લીધે હવે કંપનીમાં તાનાશાહી શરુ કરી દેવાઇ છે. જેમા અહિ કામ કરતા અનેક કામદારો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કામદારો જાતે કયોઁ છે જેથી અહિ કેટલાક કામદારો દ્વારા ગત 23ડીસેમ્બરના રોજથી પોતાનુ આંદોલન શરુ કયોઁ છે
તેઓને ડી.સી.ડબલ્યુ કંપની સામે પોતાના મુદ્દાઓ રજુ કરી સંતોષવ માટે જણાવાયું હતુ છતા યેન-કેન પ્રકારે લોલીપોપ આપી
કંપનીના સત્તાધીશો દ્વારા કામદારોને છેતરવાનો પ્રયાસ કયોઁ હતો કામદારોના માંગ છે કે અહિ કંપનીમાં કામ કરતા મજુરોને સીનીયોરીટી પ્રમાણે કામ આપવુ સાથે કંપની દ્વારા ભરતી પ્રકીયામા પચાસ ટકા જુના કામદારોને પણ લેવામા આવે સહિતના મુદ્દાઓને લઇને કંપની સામે મોરચો ખોલી છેલ્લા કેટલાક દિવસથી કામદારો બેઠા છે પરંતુ એક મહિના કરતા પણ વધુ સમય છતા કંપની દ્વારા કામદારોને આંદોલન બાદ બેઠક કરવા આશ્વાસન અપાયુ નથી જેથી તાજેતરમાં કંપની સામે અધઁ નંગ્ન હાલતમાં વિરુધ્ધ પ્રદશઁન કરાયુ હતુ. જે બાદ ગઇકાલે તમામ આંદોલન કતાઁઓ દ્વારા મુંડન કરી વિરુધ્ધ ષ્રલઁશશ હાથ ધરાયું હતુ. કંપની સામે યોજાયેલ કાયઁક્રમ દરમિયાન પાટડીના ધારાસભ નૌશાદભાઇ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમા પોતે જણાવ્યુ હતુ કે ડી.સી.ડબલ્યુ કંપનીમાં રાજકારણના લીધે અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર પણ થઇ રહ્યો છે સાથે કેટલાક લાગતા વળગતાઓ મહેનત વગર મફતનો પગાર ખાઇ રહ્યા છે જ્યારે કેટલાક કામદારોને દિવસ રાત કામ કરીને તેઓનુ શોષણ કરાય છે. આ બાબતનો અવાજ ઉઠાવવા છતા કંપનીના સત્તાધીશો આજથી સુધી આંદોલનકતાઁઓની સાથે બેઠક કરવા નહિ આવતા હવે ધારાસભ્ય પોતે આ મામલે મેદાન પડ્યા છે અને અગામી સમયમા જરુર પડશે તો ગુજરાત કોગ્રેસના ટોપ લેવલના નેતાઓને અહિ ઉતારવાનો પણ તેઓની તૈયારી છે. જેથી હવે કામદારોના શોષણ મામલે થયેલા આંદોલનમા “આર-પારની લડાઇ” લડવાની વાત આવી હોવાનુ જણાવ્ય હતુ.

રિલેટેડ ન્યૂઝ