ચોટીલાની સુખભાદર નદીના પટમાં ચાલતી ગેરકાયદે ખનન પર દરોડો

વાહન સહિત રૂ. 71.32 લાખનો મુદામાલ જપ્ત : બે શખ્સો સામે કાર્યવાહી : આઠ દીથી રાત્રે કાળી રેતીની ચોરી થતી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઉપર તંત્ર દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગેરકાયદેે ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુખભાદર નદીમાં ગેરકાયદે ખોદકામ કરી અને રેતી ચોરી કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ આધારે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાનું છેવાડે આવેલ ગામ મોજે.ચિરોડા(ભાદર), તાલુકો ચોટીલા ખાતે આવેલ સુખભાદર નદીમાં આકસ્મિક દરોડાં પાડતા, નદીના પટને ખોદી પ્રાપ્ત થયેલ માટી રેતીને ચારણામાં ચાળી કાળી રેતી એકત્ર કરવામાં આવતી હતી અને ત્યારબાદ ડમ્પરોમાં ગેરકાયદે વહન કરવામાં આવતું હતું.તેમજ આ ઈસમો છેલ્લા આઠ- દસ દિવસથી રાત્રિના સમયે કાળી રેતીની ચોરી કરતા હતા.
જે વિગતો ના આધારે ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટિમ દ્વારા ગુપ્ત રસ્તાએ થી આવી આ નદીના પટમાં ચાલતા ખનન પર દરોડા પાડવામાં આવેલા હતા. આ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે કાળી રેતી નું ખનન, વહન કરતાં નીચે મુજબના વાહનો/ મુદ્દામાન જપ્ત કરી કુલ રૂ.71,32,000/- નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. દરોડા દરમિયાન એક ડમ્પર લોડર મશીન એક ટ્રેક્ટર અને ટોલી રેતી ચાળવાનો ચારણો આશરે 120 ટન કાળી રેતી સહીતનો મુદામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે.અને તપાસ કરવામાં આવતા આ ગેરકાયદે પ્રવૃતિ ચિરોડા ના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર જસદણના રહેવાસી જેસાભાઇ ભરવાડ ચલાવતા હતા.ત્યારે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ