મધ્યપ્રદેશના નાગેશ્ર્વર પાસે કાર પલ્ટી જતાં સુરેન્દ્રનગરના 2 યુવાનના મોત

અન્ય એક સાથી મિત્ર ગંભીર : ત્રણેય મિત્ર ઉજ્જૈન દર્શન કરવા ગયા હતાં

મધ્યપ્રદેશના ઉજ્જૈન બદનાવર ફોર લેન હાઇવે પર રવિવારે રાત્રે એક કાર પલટી ખાતા સુરેન્દ્રનગરના બે મિત્રોના મોત નીપજ્યા હતા જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે ત્રણે મિત્રો ઉજ્જૈનમાં બાબા મહાકાલ ના દર્શન કરીને પરત ફરે રહ્યા હતા રવિવારે રાત્રે આશરે 8:00 વાગ્યાની આસપાસ નાગેશ્વર નજીક ત્રણેય મિત્રોની કાર પલટી ગઈ હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે 31 વર્ષીય જયદીપસિંહ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રને ગંભીર બીજાઓ પહોંચતા તેમને તાત્કાલિક રતલામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં 29 વર્ષીય શિશુપાલ સિંહ ઉર્ફે કાનભાનું મૃત્યુ થયું હતું જ્યારે ત્રીજા મિત્ર 30 વર્ષે યસ ની હાલત ગંભીર છે અકસ્માતની જાણ થતા મૃતકોના પરિવારજનો ઉજ્જૈનમાં મહાકાલ ના દર્શન કરી પરત ફરતા મિત્રોમાં જયદીપસિંહ ઝાલા જોરાનગરના રહેવાસી છે તેઓ પરિવારમાં એકના એક પુત્ર હતા જ્યારે મૂળ મુળીના અને હાલ સુરેન્દ્રનગરમાં માંડવરાયજી સોસાયટીના રહીશ કાનબાપ પરમારના પરિવારમાં સૌથી નાના પુત્ર હતા તેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છેસંબંધીઓ રતલામ પહોંચ્યા હતા શિશુપાલસિંહના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ થઈ જતા તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ