ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે તળાવમાં નહાવા પડેલા સગીર અને યુવકના મોત

અમદાવાદથી આવેલા 9 યુવકો નહાવા પડયા હતા, જેમાં 7 યુવાનોનો બચાવ થયેલ

સુરેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીએ હાહાકાર સર્જાયો અને બપોર પડતા ની સાથે 44 થી 45 ડિગ્રી તાપમાન થઈ જાય છે જેના કારણે લોકો અકળાય ઊઠે છે અને પાણી જોઈ અથવા તો કોઈ કેનાલ પસાર થતી હોય તેમાં નાહવા માટે ગરમીના કારણે પડતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજવણ ગામે એક દુ:ખદ ઘટના બનવા પામી હતી.
જેમાં ગઈ કાલે નવયુવકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા જેમાંથી સાત યુવકોને બચાવી લેવામાં આવ્યા પરંતુ આમ છતાં પણ બે યુવકો પાણીમાં ઘરકાવ થઈ જતા તેઓના મોત નીપજ્યા હતા ત્યારે આ અંગેની તાત્કાલિક અસર એ ધાંગધ્રા પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને 108 ના માધ્યમ થકી આ બંને મૃતકોને પીએમ માટે ધાંગધ્રા ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે એક દુ:ખદ ઘટના બની છે. ગામના તળાવમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આ યુવકો અમદાવાદથી માતાજીના માંડવે આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કુલ 9 જેટલા યુવકો ગાજણવાવ ગામે માતાજીના માંડવામાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ ગામના તળાવમાં નાહવા પડ્યા હતા.
નહાવા પડેલા 9 યુવકોમાંથી 7 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક અને એક સગીર પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતક યુવકોની ઓળખ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મોહિત છાસીયા (ઉંમર 19 વર્ષ) અને રચિત દિલીપભાઈ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ