કાર ઉભેલી રીક્ષા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ સર્જાતી રહે છે અને અકસ્માતો જીવણ પણ નિવડતા હોય છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર લીમડી નજીકના બોડીયા ગામના પાટીયા પાસે આજે ગંભીર અકસ્માત થતા જેમાં ઘટના સ્થળ ઉપર ગંભીર હાલતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ચાર વ્યક્તિઓને બીજા થતાં તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળ ઉપર 108 દોડી ગઈ હતી અને ઈજા ગ્રસ્તોને તાત્કાલિક અસરે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે અકસ્માત રીક્ષા અને કાર વચ્ચે સર્જાવા પામ્યો હતો ત્યારે હાલમાં પોલીસ આ ઘટનામાં ફરિયાદ નોંધ અને તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક બોડીયા ગામના પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત હાઈવે પર ઉભેલી રીક્ષા સાથે કાર અથડાતા થયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને રીક્ષાને ભારે નુકસાન થયું હતું. ઇજાગ્રસ્ત થયેલા ચાર વ્યક્તિઓને સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા લીંબડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
