યાત્રાધામ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર સાંગાણી વિદેશી દારૂની હેરાફેરી કરતો ક્ધટેનર ટ્રક સાથે નાની મોટી દારૂની બોટલ નંગ 24216 મળી કુલ રૂ. 47.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ને નાસી છૂટેલ ટ્રક ચાલક સહિતના સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાઇવે ના સાંગાણી ગામ પાસે ની શ્રી કૃષ્ણ હોટેલ સામે ફિલ્મી ઢબે દરોડાની મળતી વિગતો અનુસાર, ચોટીલા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થાનગઢથી પૂર્વ દિશામાં આશરે 04 કિલોમીટર દૂર સાંગાણી ગામની સીમમાં આવેલી ’શ્રી કૃષ્ણ હોટેલ’ સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ચોટીલા બી બીટ વિસ્તારમાં રોડ પરથી પસાર થતાં એક ટાટા કંપનીના ક્ધટેનર ટ્રક (રજીસ્ટ્રેશન નંબર: ઇંછ-46-ઉ-8123) ને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ક્ધટેનર ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 24,216 બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 32,76,080/- થાય છે. પોલીસે આ દારૂના જથ્થા સાથે રૂ. 15, લાખ ની કિંમતનું ટાટા કંપનીનું ક્ધટેનર ટ્રક પણ જપ્ત કર્યું છે. આમ, પોલીસે કુલ રૂ. 47,76,080/- નો પ્રોહીબીશન મુદ્દામાલ કબ્જે કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડ દ્વારા સરકાર તરફે દારૂના આ મોટા નેટવર્ક સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દરોડા દરમિયાન ક્ધટેનર ટ્રકનો ચાલક પોલીસને જોઈને સ્થળ પર જ ટ્રક મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. ચોટીલા પોલીસે આ મામલે પ્રોહીબીશન ધારાની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2) મુજબ ગુનો નોંધી નીચે મુજબના આરોપીઓ સામે તપાસનો ચક્રગતિમાન કર્યો છે: આ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું રચી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં ચોટીલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને નાસી છૂટેલા ટ્રક ચાલક સહિતના આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
