મુળીના ખાખરાળા ગામે લાડવા ખાતા 3 ભેંસના મોત

કોઇએ લાડવામાં ઝેર નાખી દીધાનો આક્ષેપ

મૂળી તાલુકામાં પશુઓના ત્રાસના કારણે વીજશોક અને પાકના શેઢા પર દવા મૂકવાથી અનેક વખત પશુઓના મોત થયાનાં બનાવો બને છે. ત્યારે મૂળી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા પશુપાલક લાલાભાઇ જાલાભાઇ જોગરાણા પોતાના પશુ લઇ ચરાવવા સીમમાં જતા હતા. ત્યારે ગામ પાદરમાં આવેલી વાડીમાં ભેંસ પશુ જતા જ્યાં ઝેરી લાડવા પશુ ખાઇ લેતા 3 જેટલી ભેંસોને ઝેરી દવાની અસર થયા બાદ મોત થતા પશુપાલક પર આભ તૂટ્યું હતું.
આ અંગે પશુપાલક લાલાભાઇ જોગરાણાએ જણાવ્યું હતું કે રવિવાર વહેલી સવારે અમે ભેંસ પશુ લઇ ચરાવવા માટે જઇ રહ્યા હતા. જ્યાં ગામ પાદરમાં આવેલ કોઇ ખેતર માલિકે લાડવામાં ઝેર ભેળવી શેઢા પર મૂકવામાં આવતા ભેંસો પશુના મોત થયા છે.
આ અંગે મૂળી પોલીસ મથકે જાણ કરાઇ છે. સાથે જ પશુ ચિકિત્સક પણ આવી પશુની સારવાર કરી રહ્યા છે. 3 પશુના મોત થયા છે. એકની હાલત ગંભીર છે. જવાબદાર તંત્ર દ્રારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે.

રિલેટેડ ન્યૂઝ