ચોટીલા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના બિનહરીફ સત્તારૂઢ જાહેર થશે

વિપક્ષે ફોર્મ ઉપાડ્યું પરંતુ રજૂ ના થતા એક તરફી વાતાવરણ બન્યું

યાત્રાધામ ચોટીલા તાલુકા પંચાયતમાં નવી બોડી ની સત્તારૂઢ માટે શુક્રવારનાં પ્રમુખ ઉપ પ્રમુખ ભાજપ ના ચૂંટાયેલા સભ્યો માટે બિનહરીફ વાતાવરણ બનેલ છે. શનિવારે વિધિવત ચૂટણી અધિકારી દ્વારા બંન્ને પદભાર ધારણ કરનારની જાહેરાત કરાશે.મળતી વિગતો મુજબ 18 સદસ્ય ધરાવતી ચોટીલા તાલુકા પંચાયતમાં તાજેતરમાં ચૂંટણી પરિણામમાં અપક્ષ 1 આમ આદમી 1, કોગ્રેસ 3 અને ભાજપ 13 સભ્યો ચૂંટાઇ આવેલ છે. આમ તો સ્પષ્ટ બહુમતી ભાજપની હોવાથી પ્રમુખ, ઉપ પ્રમુખ માટે રસાકસી સર્જાઈ હતી.શુક્રવારનાં જિલ્લા ભાજપ આગેવાન રાજભા ઝાલા, તા. પં પ્રમુખ રઘુભાઇ કુકડીયા, ડો. નિલેશ કલોત્રા, રાજુભાઈ ખાચર સહિતનાની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે નાથાભાઈ સંઘાણી, ઉપ પ્રમુખ તરીકે જયસુખભાઈ રાજપરા ના ઉમેદવારી પત્રો રજૂ કરાયેલ, કોગ્રેસ દ્વારા ફોર્મ ઉપાડવામાં આવેલ પરંતુ નિયત સમય મર્યાદામાં રજૂ નહી કરાતા તાલુકા પંચાયતના બંન્ને સુકાનીઓ બિનહરીફ નિશ્ચિત બનેલ છે જેની શનીવારના વિધીવત જાહેરાત કરાશે. તેમજ કારોબારી ચેરમેન તરીકે ચોટીલાનાં રાજવી પરિવારનાં બલવીરભાઇ ખાચર અને શાસકપક્ષનાં નેતા રીટાબેન ધોરાળીયા, અને દંડક તરીકે દિલીપભાઈ ગણદિયાની વરણી કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતનાં નવા સુકાનીઓ માટે ગ્રામ્ય વિસ્તારોનાં અનેક ગામડાઓમાં રોડ રસ્તા, પાણી અને ખેતિવાડી સહિતના પ્રશ્ર્નો પેચીદા બનેલ છે. જે ને પ્રાધાન્ય આપી ઘટતું કરવાની જરૂરીયાત છે.

રિલેટેડ ન્યૂઝ