3 આરોપીની ધરપકડ : એક જેલમાં સજા ભોગવે છે, અન્ય એકની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ જળવાઈ અને ગુનાહિત પ્રવૃત્તિઓ હટકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા હવે ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં છેલ્લે 2020 ના વર્ષમાં હાઇવે ચોરી સાથે સંકળાયેલ અને પોલીસ ઉપર હુમલો કરનાર ગેંગ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સૌપ્રથમ ગુજસીટોકની કલમો લગાવવામાં આવી હતી.
તે સમયે છ જેટલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમની ઉપર ગેરકાયદેસર અત્યારે ખંડણી લૂંટધાડ હાઇવે ચોરી સહિતના ગુનાઓ દાખલ થયેલા હતા પરંતુ હવે સુરેન્દ્રનગરમાં ઘર પણ ચોરી અને બહાર ગયેલા લોકોના મકાનોને ટાર્ગેટ કરી અને ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ અને સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા છ વર્ષ બાદ જિલ્લામાં બીજો ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં સુરેન્દ્રનગર શહેર વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં ઘર મકાન અને કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને ટાર્ગેટ બનાવતી ગેંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જયંતીભાઈ ધીરુભાઈ સરવૈયા રહેમમાં પીર મંદિર પાછળ ભાવનગર તેમજ શક્તિ ઉર્ફે લાલો સાગરભાઇ થરેસા રહે લક્ષ્મી પરા સુરેન્દ્રનગર તેમજ ભોલો કેશુભાઈ સરવૈયા રહે સુરેન્દ્રનગર કેમ્પ સ્ટેશન પાસે અને રાકેશ પેથાભાઇ સરવૈયા રહે ફિરદોષ સોસાયટી અને રાહુલભાઈ પેથાભાઇ સરવૈયા રહે કેમ્પ સ્ટેશન ની પાછળ આ પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં સૌ પ્રથમ જયંતિ ધીરુભાઈ સરવૈયા તેમજ શક્તિ ઊર્ફે લાલો સાગર ઠરેસા અને ભોલો સરવૈયાની અટકાયત કરવામાં આવી છે અને અન્ય એક આરોપી જેલમાં સજા કાપી રહ્યો છે પરંતુ એક આરોપી હજુ પણ રાહુલ પેથાભાઇ સરવૈયા પોલીસ પકડથી દૂર છે ત્યારે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 જેટલા ચોરીના ગુનાઓ આ ઝડપાયેલી ગેંગ સામે નોંધાયેલા છે ત્યારે કોઈ લોકો બહારગામ જાય ત્યારે તેમના મકાનને આંટાફેરા મારી અને ત્યારબાદ તાળા તોડી અને ચોરી કરવામાં આવતી હોવાનું અને ત્યારબાદ પકડાઈ અને છૂટી જાય ત્યારબાદ પણ એક જ પ્રવૃત્તિ કરવામાં આવતા હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
