ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો: 6પ.16 લાખનો મુદ્દામાલ જપ્ત

ટ્રક ચાલક સહિત ર ની ધરપકડ કરાઇ
સુરેન્દ્રનગર ના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કલ્પના ચોકડી પાસે હાઇવે રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા વોચ વોટ અને કલ્પના ચોકડી નજીક પસાર થઈ રહેલો શંકાસ્પદ ટ્રક ઉભો રાખવામાં આવ્યો હતો અને તેની તલાસી લેવામાં આવતા તેમાં વિદેશી દારૂ હોવાનો ધડાકો થયો હતો અને આ આધારે દરોડા પાડવામાં આવ્યા છે કુલ 27072 બોટલ ઇંગ્લિશ દારૂની જપ્ત કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ સૂતી રહી છે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી અને કાર્યવાહી પણ હાથ ધરી છે ત્યારે આ અંગે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે અને જય કુમાર ઉદય વીર પવાર રહે પનિહારી તાલુકો બરવાળા હરિયાણા તેમજ મીર ધર્મવીર મીરાસી રહે હરિયાણા વાળાની અટકાયત કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂ હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે ત્યારે આ મુદ્દે દારૂ ભરેલી ટ્રક આપનાર પવન કુમાર રાજેન્દ્રકુમાર બરવાલ તેમજ ટ્રકના માલીક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો જેમાં તપાસમાં નામ ખૂલે તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટ્રક સહિત દારૂની કુલ 27072 બોટલો જપ્ત કરવામાં આવી છે અને કુલ 65.76 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ