સુરેન્દ્રનગર વીજ કચેરીમાં આગ સદભાગ્યે જાનહાની ટળી

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની કચેરીમાં જ આગ લાગવાની ઘટના બની છે સુરેન્દ્રનગર હેન્ડલુમ પાસે આવેલી પીજીવીસીએલ કચેરી ની અંદરના ભાગે જ આગ લાગવાની ઘટના બની છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલ કચેરી ની અંદર જ આગ લાગવાના કારણે નાશ ભાગ મચી ગઈ હતી જોકે હાજર કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. પરંતુ આગ વિકરાળ હોવાના કારણે અંદર પડેલા કોપરના અને તાંબા અને એલ્યુમિનિયમના વાયરો બળી અને ખાખ બની ગયા હતા અને અન્ય ભંગારને પણ નુકસાન પહોંચ્યું હતું ત્યારે આ અંગે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને આગ બુજવવામાં આવ્યા બાદ કેટલું નુકસાન થયું છે તે અંગેની તાકીદ શરૂ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ