વઢવાણના મુંજપર ગામે 10 બાળકોને રખડતું શ્ર્વાન કરડ્યું: ગ્રામજનોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં હડકાયા શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મુંજપર ગામે એક સાથે 10 બાળકોને હડકાયું શ્વાન કરડ્યું છે તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે એક તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની પરંતુ હડકાયા શ્વાન પકડવાની વ્યવસ્થા નથી.
ત્યારે બીજી તરફ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ હડકાયા શ્વાનનો આંતક સતત વધતો જઈ રહ્યો છે. 05 વર્ષથી લઈ 15 વર્ષમાં ઉંમર ધરાવતા બાળકો શેરીમાં રમી રહ્યા હતા તે દરમિયાન હડકાયું શ્વાન
મુજપર ગામની મુખ્ય શેરીમાં આવી ચડિયું હતું. અને ત્યારબાદ શેરીમાં રમતા બાળકોને બચકા ભરી લેવામાં આવ્યા હતા ત્યારે હાથના અને પગના ભાગે ગંભીર રીતે બચકા ભર્યા હોવાના કારણે તમામને તાત્કાલિક ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની ટીમો પણ રજાના દિવસે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે 10 બાળકોને એક સાથે રખડતું શ્વાન કરડીયુ હોવાના કારણે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ભોગ બનના તમામ બાળકોને હડકવા વિરોધી સારવાર કેન્દ્રમાં ઈમરજન્સી વિભાગમાં રાખવામાં આવ્યા છે અને તેમને રેબિઝની રસી પણ આપવામાં આવી છે પરંતુ તે પૈકી ત્રણ જેટલા બાળકોની હાલત ગંભીર છે અને હાલ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હડકાયો શ્વાન પકડવા અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનો પણ ચિંતામાં મુકાયા છે અને ભયમાં મુકાયા છે.
હાલના તબક્કામાં ગ્રામજનો દ્વારા મહાનગરપાલિકાનો સંપર્ક કરવામાં આવતા તેમની પાસે પણ શ્વાન પકડવાની વેવસ્થા નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે અને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે..

રિલેટેડ ન્યૂઝ