સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કોમન પ્લોટ માં વંડો બનાવી અને ત્યાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અને અન્ય વાહનો અને સાધનો રાખવામાં આવી રહ્યા છે પરંતુ રતનપર પાણીની ટાંકી ખાતે આજે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ત્યારે પાણીની ટાંકી ની અંદર કંપાઉન્ડમાં પડેલા મહાનગરપાલિકાના વાહનોને નુકસાન પહોંચવા પામ્યું હતું જેમાં એક ટ્રક અને છોટાહાથી જેવા વાહનમાં આગ લાગી હતી. જોકે પાણીની ટાંકી અંદર કંપાઉન્ડમાં પડેલા કચરામાં આગ લાગવાના કારણે આગ પ્રસરી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો માળો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી અને આગ લાગવાના કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની નથી સર્જાઈ પરંતુ મહાનગરપાલિકાના વાહનોને અત્યંત નુકસાન થવા પામ્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
ધ્રાંગધામાં જૂની અદાવતને કારણે યુવકને રહેંસી નખાયો: પાંચ શખ્સો સામે ફરિયાદ
ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં 1 જૂનના રોજ મોડી રાત્રે પાંચ શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો.... -
દસાડાના એછવાડા ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા ગામની સીમમાં આવેલી એરવાડા માઇનોર કેનાલ-2 પાસેથી આજે ભારતીય બનાવટના વિદેશી... -
સુરેન્દ્રનગર સબ જેલમાં ચેકીંગ : પાંચ મોબાઇલ મળ્યા
જિલ્લાની મધ્યમાં આવેલી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. જેલ...
