પાંચ શખ્સોને પોલીસે ઉઠાવી લીધા: રેલ કર્મચારી પણ સામેલ? સઘન તપાસ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા નજીક રેલવે ટ્રેનમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતા હોવાનું નેટવર્ક ઝડપાયું છે ત્યારે રેલ્વે પોલીસની ટીમ દ્વારા વોચ ગોઠવી અને દરોડા પાડવામાં આવ્યા છે અને પ્રાથમિક તબક્કામાં પાંચથી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ હજુ આ અંગે પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની વિગતો આપવામાં આવી નથી ઝડપાયેલો ડીઝલનો જથ્થો થાનગઢ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે.
આ અંગેની જાણવાત મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના રામપરડા નજીકના નેટવર્ક ચલાવવામાં આવતું હતું ત્યારે આ આધારે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ટ્રેનના ટેન્ક માં નળી નાંખી અને ડીઝલ કાઢી લેવામાં આવતું હતું અને બોલેરો પીકપ માં આ ડીઝલ ભરી અને વેચાણ કરવામાં આવતું હતું આ નેટવર્ક ચલાવતા લોકો આજુબાજુના ગામડાના ખેડૂતોને ડીઝલ આપતા હતા અને ખાસ કરીને જે થાનગઢ સીરામીક ઉદ્યોગ છે તેમની ફેક્ટરીઓમાં પણ આ ડીઝલ પહોંચતું હોવાનો ધડાકો થયો છે.
સ્થાનિક પોલીસની મદદ લઇ અને વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે બોલેરો પીકપ રાખી અને તેની પાછળ સ્પેશિયલ ટાંકો બનાવી અને તેમાં ડીઝલ ચોરી કરી અને તે ડીઝલ ઠાલવવામાં આવતું હતું.ત્યારે આ અંગે દરોડા પાડવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં કેવલ સરવૈયા રહે ઉમરડા તેમજ પ્રતાપ સરવૈયા રહે ઉમરડા અને અન્ય ત્રણ જેટલા ઇસમો અને તેમાં રેલવે કર્મચારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર બાબતની તપાસ વિનોદ શર્મા તેમજ શક્તિસિંહ વાળા અને કે.પી.સીંઘ ને સોંપવામાં આવી છે અને હાલના તબક્કામાં તપાસ કરતા અધિકારીઓ દ્વારા પણ આ મુદ્દે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા અનેક વર્ષોથી આ નેટવર્ક ચાલતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ જે ડીઝલ ચોરીનું નેટવર્ક ચલાવતા ઇસમો છે તેમને રેલ્વે ટેન્ક માંથી ડીઝલની ચોરી કર્યા બાદ તેમાંથી નળી કાઢવાનું ભૂલી ગયા અને ટ્રેન ઉપડી ગઈ જેને લઇને આગળના પ્લેટફોર્મ ઉપર રેલવે અધિકારીઓને શંકા ગઈ.
આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી અને તપાસ કરતાં રામપરડા નજીક આ પ્રકારનું કૃત્ય થતા હોવાનું સામે આવ્યું હતું હાલના તબક્કામાં વધુ તપાસ રેલવે પોલીસની ટીમોએ શરૂ કરી છે ઘણા સમયથી આ નેટવર્ક ચાલતું હતું ત્યારે કેટલું ડીઝલ ચોરી થયું છે તે દિશામાં પણ હાલ તપાસ શરૂ છે હજુ બે આરોપીઓ દેખાડવામાં આવ્યા છે અન્ય મોટા માથાઓની પણ આમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે તેમની પણ પૂછપરછ શરૂ કરાઇ છે.