વતન ખેરવા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલરના અકસ્માતમાં પીએસઆઇનું સારવાર દરમિયાન મૃત્યુ થતા આ અકસ્માતમાં મૃત્યુનો આંક ત્રણ થયો છે. વતન ખેરવા ગામે પીએસઆઇને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાઇ અપાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં મૃતકોની સંખ્યા ત્રણ પર પહોંચી છે. રાધનપુરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હયાતખાન હુસેનખાન મલેકે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. તેમને વતન ખેરવા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી વિદાય આપી હતી. મળતી માહિતી મુજબ, દસાડા તાલુકાના ઝેઝરી ગામેથી સવા મહિનાની ઝીયારત પૂર્ણ કરીને વારાહી પરત ફરી રહેલા પરિવારની કાર પાટડીના કઠાડા ગામ નજીક ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે નિવૃત્ત નાયબ મામલતદાર એમદખાન અલીખાન મલેકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રવિવારે સારવાર દરમિયાન ઙજઈં હયાતખાન મલેકનું નિધન થયું અકસ્માતમાં રાણબાઈ એમદખાન મલેક, કાર ચલાવી રહેલા હયાતખાન હુસેનખાન મલેક અને હસીનાબેન ઇકબાલખાન મલેકને ગંભીર ઈજાઓ પહોંચતાં સૌને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હસીનાબેન ઇકબાલ ખાન મલેકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હયાતખાન મલેકની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી તેમને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું. આર્મીમાં 17 વર્ષની સેવા બાદ ગુજરાત પોલીસમાં ડાયરેક્ટ ઙજઈં તરીકે પસંદગી પામ્યા હયાતખાન મલેક મૂળ પાટડી તાલુકાના ખેરવા ગામના વતની હતા. તેઓ નિવૃત્ત આર્મીમેન હતા અને 17 વર્ષ સુધી ભારતીય સેનામાં દેશસેવા બજાવ્યા બાદ ગુજરાત પોલીસમાં ડાયરેક્ટ ઙજઈં તરીકે પસંદગી પામ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રાધનપુરમાં પીએસઆઈ તરીકે પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. ખેરવા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય તેમના અવસાન બાદ ખેરવા ગામે પોલીસ અને આર્મીના જવાનોની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. પોલીસ તેમજ સેનાના જવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
