ધ્રાંગધ્રા તાલુકામાં આજે વહેલી સવારે ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં સવાર 9 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી. તે દરમિયાન હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ગામ નજીક આવેલા ભોલેશ્વર પાર્ક પાસે બસ અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર 9 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
પાટડી પાસે સર્જાયેલા અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત: મૃત્યુઆંક ત્રણ થયો
વતન ખેરવા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા... -
દુધરેજ કેનાલમાંથી લાશ મળી વાલીવારસ શોધવા પોલીસની મથામણ
સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદાને કેનાલમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે એક વર્ષમાં દુધરેજ... -
મુળીના રામપરડા સ્ટેશનમાં ડીઝલ ચોરી કૌભાંડ
પાંચ શખ્સોને પોલીસે ઉઠાવી લીધા: રેલ કર્મચારી પણ સામેલ? સઘન તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા...
