પપ.86 લાખનો મુદામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઇંગ્લીશ દારૂ ઝડપવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે ફરી એક વખત સ્થાનિક પોલીસ સુધી ઝડપાય છે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કચોલીયા નજીકથી ઇંગ્લિશ દારૂ ભરેલી આઇસર ઝડપી પાડવામાં આવી છે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ સહિતના સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે કચોલિયા નજીક પેટ્રોલિયમ હાથ ધરવામાં આવ્યું હતું.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા 14,472 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી અને છ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રકના બે ચાલક અને દારૂ જથ્થો મોકલનાર અજાણ્યા ઈસમ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાહિલ ખાન અલી ખાન મલેક રહે ગેડીયા તેમજ ખાન મનવરખાન મલેક રહે ગેડીયા સૌરભ ખાન બિસ્મિલ્લાખાન મલેક રહે ગેડીયા આ તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની શોધખોળ પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ટ્રકમાં ચોરખાનું બનાવી અને ત્યારબાદ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી ત્યારે ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની 14,472 બોટલો તેમજ ટ્રક અને અન્ય મુદ્દા માલ ગણી અને કુલ 55.86 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરાઇ છે.
