સિવિલ સર્જન દ્વારા પોલીસને પત્ર
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ ઉમેદવારોને અલગ અલગ પ્રકારની સરકારી યોજના ના લાભો મળે તે માટે ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આ પ્રકારનું દિવ્યાંગ ઉમેદવારોને પ્રમાણપત્ર આપતા સમયે તમામ પ્રકારની ખરાઈ કરવામાં આવે છે અને તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કર્યા બાદ જ તેમને યોગ્ય લાગે તો પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે અને તેમાં પણ ડોક્ટરને યોગ્ય લાગે તેટલી ટકાવારી લખી આપવામાં આવી રહી છે.
પરંતુ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની અંદર કિશન નામના વચેટીયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવતા દિવ્યાંગ ઉમેદવારોને પોતાના વિશ્વાસમાં લેવામાં આવતા હોવાનો ધડાકો થયો છે તમારે લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે તમને તાત્કાલિક પ્રમાણપત્ર પણ મળી જશે અને તમને જેટલી ટકાવારી કહેશો તેટલી ડોક્ટર લખી આપશે આવી પ્રકારની લોભામણી સ્કીમ દેખાડી અને કિશન નામના શખ્સો દ્વારા રૂપિયા પડાવવામાં આવતા હોય અને આ એક પ્રકારનું કૌભાંડ ચલાવવામાં આવતા હોવાનો ધડાકો થયો છે.
સિવિલ હોસ્પિટલ ની અંદર દિવ્યાગ ઉમેદવારો પાસેથી રૂપિયા લઇ અને કામગીરી કરાવવા માટે અને પ્રમાણપત્ર કઢાવી આપવા માટે આ કિશન નામનો યુવક છે તે સ્ટાફ નામે અને ડોક્ટરોના નામે વહીવટ કરી લેતો એ પ્રકારનો ધડાકો થયો છે ત્યારે આ અંગે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને આ બાબતની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ બાબતે ગુનો દાખલ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્ટાફ અને ડોક્ટર ના નામે દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પ્રમાણપત્ર અને સર્ટી કાઢી આપી અને ટકાવારી વધારવાના નામે રૂપિયા પડાવી લેવામાં આવતા હોય તે પ્રકારનું કૌભાંડ ખુલવા પામ્યું છે આ અંગે તમામ પ્રકારના પુરાવાઓ અને અરજદારોની નિવેદનો પણ લેવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાઓ પણ સિવિલ હોસ્પિટલના ચેક કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ ખુલવા પામ્યું છે ત્યારે કિશન નામનો યુવક પણ પોતે વિકલાંગ છે અને તેના દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા ચકચાર ફેલાઈ જવા પામ્યો છે
ડો.ચૈતન્ય પરમાર સિવિલ સર્જન સુરેન્દ્રનગર
ડો. ચૈતન્ય પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલ ની છબી ખરાબ થાય તે પહેલા આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અરજદારોની મળેલી રજૂઆતના પાકા પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને 200 થી લઈ અને 1000 રૂપિયા સુધીના રૂપિયા લેવામાં આવતા હોય અને અરજદારો પાસેથી ખોટા રૂપિયા પડાવી અને ત્યારબાદ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ના નામે આ વહીવટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે કિશન નામના યુવક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.