સુરેન્દ્રનગર જિલ્લામાં 10 સસ્તા અનાજની દુકાનના પરવાના રદ : અન્યોને મોટો દંડ કરાયો

એપ્રિલ 2022માં રેડ કરાઈ હતી : બાદ દુકાનદારો સ્ટે લઈ આવ્યા હતાં

સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા 10 જેટલી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી માટે રદ કરી નાખવામાં આવ્યા છે અને દંડની રકમ ભરપાઈ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે અને જુઓ દંડની રકમ નહીં ભરે તો તેમના ઉપર વધુ કડક કાર્યવાહી થશે.
જેમાં બાબુરામ સિંહ સુરેલા જેને 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ડાભી રસિકભાઈ ભોપાભાઈ તેને પણ 41 લાખ રૂપિયાનો દંડ ફટ કરવામાં આવ્યો છે રંભાબેન દયારામ ભાઈ રાઠોડ 4.73 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના 29 જેટલા સસ્તા અનાજના દુકાનદારો ઉપર એપ્રિલ 2022 ના રોજ ચેકિંગ દરમિયાન ગેર રીતે જોવા મળી હતી તે સમયના તત્કાલીન જિલ્લા પુરવઠા વિકાસ અધિકારી દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં બોગસ ઓટીપી નો ઉપયોગ કરી અને અનાજ સગે વગે કરવામાં આવતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતુ આ અંગે પુરવઠા વિભાગના ક્લાર્કને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર કાર્યવાહી પણ ચાલી રહી છે તે દરમિયાન 29 જેટલી સસ્તા અનાજની દુકાનદારોના પરવાનાઓ રદ કરવામાં આવ્યા હતા પરંતુ આ દુકાનદારો કોર્ટમાંથી લઈ આવ્યા હતા.
ત્યારે હવે કોર્ટ દ્વારા આ કેસ રીન્યુ કરી અને તે ઉઠાવી લેવામાં આવ્યો છે ત્યારે કોર્ટમાં તે મળી ગયા બાદ પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલા દંડની રકમ આજ દિન સુધી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ચૂકવવામાં આવી નથી જેને લઇને હવે તેના ઉપર પણ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત લખતર તાલુકામાં આવેલી સસ્તા ની દુકાનદાર નિલેશભાઈ પૂજારાને પણ 94 હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત વઢવાણમાં આવેલી પરમાર કિશનભાઇ કેશુભાઈની સસ્તા અનાજની દુકાનદારને 6.82 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મકવાણા સોમાભાઈ ને પણ 2.22 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં કામદાર હિતેશકુમાર ને 17.38 લાખ રૂપિયા કનૈયાલાલ વરલાણી 1.54 લાખ રૂપિયા જીવનધારા ક્નઝ્યુમર જેના સંચાલક ફારુકભાઈ બ્લોચને 7.41 લાખ ચાવડા રણછોડભાઈ ને 19.80 લાખ રૂપિયા શાયરાબેન સૈયદને 16.22 લાખ રૂપિયા અને લાલવાણી કમલેશ ને 16.10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજપર ગૃહ સહકારી મંડળી જેના સંચાલક મકવાણા ગોવિંદભાઈને પણ ગેરરીતી બદલ અને સસ્તા અનાજ સગ્યા વગર કરવા બદલ 11.80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ભરતભાઈ સોલંકી ને પણ 5.39 લાખ રૂપિયા તેમજ કુરેશી નિઝામભાઈને પણ 4.51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ