થોકબંધ છતર કબ્જે કરાયા
ધ્રાંગધ્રા સ્થિત પ્રસિદ્ધ મંદિરમાં તાજેતરમાં થયેલી ચાંદીના છત્તરની ચોરીની ઘટનાનો સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. સમગ્ર ચોરીની વરવી ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી (ઈઈઝટ) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જેના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને એક આરોપીને કબ્જે કરાયેલા ચોરીના માલસામાન સાથે પકડી પાડ્યો છે કઈઇ ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ચોરીમાં સંડોવાયેલા શખ્સ પાસેથી ચાંદીના નાના-મોટા કુલ 29 નંગ છત્તર તેમજ ગુનામાં વપરાયેલું મોટરસાઈકલ મળીને કુલ રૂ. 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મંદિરમાં ચોરી આચરનાર આ શખ્સની ઓળખ ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે રહેતા ઈમરાન ચુડેસરા તરીકે થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ચોક્કસ ભાળ મેળવીને તેની અટકાયત કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલો આરોપી ઈમરાન ચુડેસરા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેણે અગાઉ પણ ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારો, હળવદ, લખતર અને બહુચરાજી સહિતના વિવિધ ગામોમાં મંદિર ચોરી અને અન્ય ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
