દોડ, લાંબી કુદ, લંગડી સહિતની વિવિધ રમતોનું આયોજન
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે યોજાનાર લોકમેળા દરમિયાન 14 થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાશે. આ ઓલિમ્પિકમાં રાજ્યભરના 16 વર્ષ સુધીના બાળકોથી લઈને ઓપન કેટેગરીના રમતવીરો ભાગ લઈ શકશે.ગ્રામીણ ઓલિમ્પિકના પ્રથમ દિવસે, એટલે કે 14 સપ્ટેમ્બર, 2026ના રોજ, 16 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો માટે 100, 200, 800 મીટર દોડ અને લાંબી કૂદ જેવી સ્પર્ધાઓ યોજાશે. ઓપન કેટેગરીના ભાઈઓ અને બહેનો માટે 100, 400, 800 મીટર દોડ, ગોળાફેંક, લાંબી કૂદ અને 4 ડ્ઢ 100 મીટર રિલે દોડનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, 12 વર્ષ સુધીના બાળકો માટે ભાઈઓ અને બહેનોની 9 ખેલાડીઓની ટીમની લંગડી સ્પર્ધા પણ યોજાશે. બીજા દિવસે, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ, ઓપન કેટેગરીની બહેનો માટે 50 મીટર માટલા દોડ, 10 ખેલાડીઓની વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધાઓ યોજાશે. ઓપન કેટેગરીના ભાઈઓ માટે નારિયેળ ફેંક, 10 ખેલાડીઓની વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સાતોડી (નારગોલ) જેવી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ત્રીજા અને અંતિમ દિવસે, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ, 16 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો માટે દોરડાકૂદ (રોપ સ્કીપિંગ) સ્પર્ધા યોજાશે. ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. કુસ્તીમાં 45-55 કિલોગ્રામ, 55- 68 કિલોગ્રામ અને 68 કિલોગ્રામથી ઉપરના વજન વર્ગનો સમાવેશ થાય છે. રસ્સાખેંચ 10 ખેલાડીઓની ટીમ માટે રહેશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ 10 સપ્ટેમ્બર, 2026 સુધીમાં અરજી ફોર્મ ભરીને જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કૃષ્ણાનગર સામે, મીલરોડ, લીંબડી, સુરેન્દ્રનગર- 362421ના સરનામે પોસ્ટ દ્વારા અથવા મતમજ્ઞ-તીયિક્ષમફિક્ષફલફિ લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ ઈ-મેઈલ પર મોકલી શકશે. 12 અને 16 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યના સહી-સિક્કા સાથે ફોર્મ જમા કરાવવું ફરજિયાત છે. વધુ વિગતો માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડીનો સંપર્ક કરી શકાય છે.
