મુળીના દુધઇ ગામે ગેરકાયદે ચાલતો ભરડીયો સીલ કરતા મામલતદાર

60 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામે આવેલા પ્રવેશદ્વારમાં જ ભરડિયો ચાલી રહ્યો છે અને જેમાં આ ભરડીયા માં પથ્થરનું ક્રશર ચલાવી અને તેમાંથી રેતી બનાવી અને વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરડીયામાં નાખવામાં આવતા પથ્થરોનું ગેરકાયદેસર ખનન અને પથ્થર લાવી અને તેની રેતી બનાવવામાં આવતી હોવાની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી અને જીપીસીબીની ટીમ ત્રાટકી હતી. જેને પગલે મુળીના મામલતદારે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા આ ભરડીયામાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન ન થતા હોય અને ગેરરીતિ થતા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું જેને લઈને મામલતદાર દ્વારા પ્રથમ તબક્કામાં આ ભરડિયો સીલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ અંગે દરોડા પાડી અને જીપીસીબી વિભાગ દ્વારા પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જીપીસીબીના નિયમો મુજબ પ્લાન્ટ શરૂ કરતાં પહેલાં તેની મંજૂરી લેવી જરૂરી હોય છે .તેમજ પ્લાન્ટ તૈયાર થઈ ગયા પછી તેને ચાલુ કરવાની પરમિશન પણ લેવી પડતી હોય છે અને જ્યાં પણ આ પ્રકારના પ્લાન્ટ હોય ત્યાં ફરજિયાત માનવ વસાહત 500 મીટર દૂર હોવું જોઈએ.
તેમજ શાળાઓ હોસ્પિટલો અને જાહેર સ્થળોથી પણ ઓછામાં ઓછું 500 મીટર નું અંતર હોવું જોઈએ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે આવા પ્રકારના ભરડિયાઓની આજુબાજુ સતત પાણીનો છંટકાવ કરવો જરૂરી હોય છે અને પવનના કારણે ધૂળ બહાર ન જાય તે માટે ઊંચી દીવાલો પણ બનાવવાની હોય છે ધ્વનિ પ્રદુષણ માટે સવારે 6:00 થી રાતના 10 સુધી ભરડીઓ ચલાવવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અને અંદાજી 60 લાખથી વધુનો મુદ્દામાલ પણ સિઝ કરવામાં આવ્યો છે અને તેની અંદર પડેલા જીસીબી ડમ્પર સહિતના વાહનોને પણ સીલ મારી દેવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ