રખડતા ઢોર પ્રશ્ર્ને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આકરા પાણીએ

પશુઓને ઢોરવાડામાં પુરાશે: માલધારીઓને ચેતવણી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારબાદ સુરેન્દ્રનગરમાં રખડતા ઢોર પાંજરે પુરવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તે છતાં પણ રસ્તાઓ ઉપરથી રખડતા ઢોરની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી ત્યારે હવે આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના તમામ પશુપાલકો અને માલધારીઓને જણાવવામાં આવ્યું છે કે પોતાના માલ ઢોરને ઘરમાં અથવા તો શેડ બનાવી અને ત્યાં સુરક્ષિત સ્થળોએ રાખવા અને રસ્તા ઉપર અને જાહેર સ્થળોએ રખડતા ન મુકવા માટે મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે. છતાં પણ કોઈ પણ માલધારી અથવા તો પશુપાલકો પોતાના પશુઓ રખડતા મૂકશે અને જાહેર રોડ રસ્તાઓ અને જાહેર સ્થળો ઉપર પશુઓ દેખાશે તો તેમના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવશે અને પશુઓ જપ્ત કરવામાં આવશે અને ઢોરવાડામાં પૂરી દેવામાં આવશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી 1872 જેટલા પશુઓને પાંજરે પુરવામાં આવ્યા જેમાંથી મહાનગરપાલિકા દ્વારા 642 જેટલા પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ