અજાણ્યા શખ્સોએ ટેન્ડર કેમ નાખ્યું ? એમ જણાવી ધોકા ઉલાળ્યા
અજાણ્યા શખ્સોએ કારમાં પણ કરી તોડફોડ તરણેતર મેળો પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મેળા દરમિયાન 2500 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ બંદોબસ્ત પૂર્ણ થયા બાદ જ કોન્ટ્રાક્ટર પર હુમલો થતાં કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.કેમ ટેન્ડર નાખ્યું?’ કહી હુમલો મળતી માહિતી મુજબ, તરણેતર મેળામાં લાઇટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર મેળો પૂર્ણ થયા બાદ પોતાની ગાડીમાં વતન તરફ જઈ રહ્યા હતા.
દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમની કારનો પીછો કર્યો હતો. ત્યારબાદ ગાડી રોકાવીને ’તેં કેમ ટેન્ડર નાખ્યું?’ તેમ કહી કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતરનો વિશ્વવિખ્યાત મેળો પૂર્ણ થયા બાદ તરણેતર રોડ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. મેળામાં લાઈટિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પર અજાણ્યા ઈસમોએ લાકડીઓ અને ધોકા વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. થાન તરણેતરનો મેળો પૂર્ણ થતાં સ્માઈલ પ્લીઝ ડિજિટલ લેપ થતાં સ્માઈલ પ્લીઝ ડિજિટલ લેપ ડેકોરેશન ભાવનગરના લાઈટિંગ કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈ માવજીભાઈ પટેલ,ઈશ્વરભાઈ કાનજીભાઈ મોણપરા (બંને રહે. સુરત) પોતાની ગાડી લઈને વતન તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન નાયરા પેટ્રોલ પંપ પાસે રાત્રે 9-30 કલાકે તરણેતર રોડ પર અચાનક અજાણ્યા ઈસમોએ તેમની ગાડી રોકી હતી અને તમે મેળાનું ટેન્ડર કેમ નાખ્યું હતું? તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ અસામાજિક તત્વોએ આવેશમાં આવીને ગાડીમાં બેઠેલા કોન્ટ્રાક્ટર તેમજ તેમની સાથે રહેલા અન્ય એક ભાઈ પર લાકડીઓ અને ધોકા વડે અચાનક હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં કોન્ટ્રાક્ટર અને તેમના સાથીદારને ઈજાઓ પહોંચી હતી. આથી ઈજાગ્રસ્તને સારવાર માટે થાન સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસે હુમલો કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
