સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકીંગ 16.ર7 લાખનો દંડ ફટકારાયો

વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઘર વપરાશના 43 અને ખેતીવાડીના 11 મળી કુલ 54 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડાઈ હતી. આ વીજ ચોરી બદલ કુલ 16.27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમાંથી 21 કેસ એવા હતા જ્યાં વીજ જોડાણ વગર જ વીજળી ચોરી કરવામાં આવી રહી હતી.
પીજીવીસીએલ સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર એન.એન. અમીનના નેતૃત્વમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઙૠટઈકની 35 ટીમોએ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળના સાંગાણી, મઘરીખડા, ચોરવીરા, સરોડી, પેઢડા, કુંતલપુર, સરલા, નાના અંકેવાળીયા અને સરોડી જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી.
આ કામગીરી માટે 8 પોલીસકર્મીઓએ સુરક્ષા પૂરી પાડી હતી અને 4 વીડિયોગ્રાફર પણ હાજર હતા. વીજ ચેકિંગ દરમિયાન કુલ 353 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘર વપરાશના 197 અને ખેતીવાડીના 156 કનેક્શનનો સમાવેશ થાય છે.
આ તપાસમાં ઘર વપરાશના 43 અને ખેતીવાડીના 11 મળી કુલ 54 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ હતી. આ 54 કેસમાંથી 21 કેસ એવા હતા જ્યાં વીજ જોડાણ વગર જ વીજળીનો ઉપયોગ થતો હતો. આ તમામ વીજ ચોરોને કુલ 16.27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ