સુરેન્દ્રનગર એલસીબીની કામગીરી: બેની ધરપકડ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. પોલીસે સાંગાણી ગામના પુલ પાસેથી એક મહિન્દ્રા બોલેરો પીકઅપમાંથી વિદેશી દારૂની 1,728 બોટલ અને 960 બિયર ટીન સહિત કુલ 9.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાતમીના આધારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાંગાણી ગામના પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન, મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડીની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 1,728 પ્લાસ્ટિકની નાની બોટલ, જેની કિંમત 2,74,560 રૂપિયા છે, અને 960 બિયર ટીન, જેની કિંમત 1,20,000 રૂપિયા છે, તે મળી આવ્યા હતા.પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત બે મોબાઇલ ફોન અને 5 લાખ રૂપિયાની બોલેરો પીકઅપ ગાડી મળીને કુલ 9,14,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ચોટીલા તાલુકાના ભીમગઢ ગામના મીતુલભાઈ નામદેવભાઈ ગોહીલ અને સાલખડા ગામના દેવરાજભાઈ વિનુભાઈ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી રાજુભાઈ નામના એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.સમગ્ર મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી કઈઇ ઙઈં બી.એચ. શીંગરખીયા, ઙજઈં આર.જે. ગોહિલ, પેરોલ ફ્લો સ્કોડ ઙજઈં એન.એ. રાયમા તથા અજઈં અમરકુમાર ગઢવી, ઇંઈ દેવરાજભાઈ જોગરાજીયા, ઙઈ વજાભાઈ સાનિયા, ઙઈ કુલદીપભાઈ બોરીચા અને ઙઈ હિતેશભાઈ ડાભીની ટીમે કરી હતી.
