સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભળેલા પાંચ ગામને મળ્યો રાજકોટનો પીનકોડ

કુવાડવા પોસ્ટ ઓફિસમાં બંધ પડેલી આધારકાર્ડ કિટ પુન: શરૂ કરાઈ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વહીવટી પ્રશ્ર્નોના ત્વરિત નિરાકરણ માટે યોજાતી જિલ્લા ફરિયાદ સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવેલા મહત્વના પ્રશ્ર્નો પૈકી અત્યંત જરૂૂરી બે પ્રશ્ર્નોનું સકારાત્મક નિરાકરણ આવતા નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. ગત ઓગસ્ટ માસમાં યોજાયેલી ફરિયાદ સંકલન બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્ર્નોને પ્રાથમિકતા સાથે રજૂ કરી તેના ઝડપી નિરાકરણ માટે સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કુવાડવા પોસ્ટઓફિસ ખાતે બંધ રહેલી આધારકાર્ડ કિટ્ પુન: શરૂૂ કરવા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ થયેલા પાંચ ગામોના પિનકોડ અંગેનો પ્રશ્ર્ન રજૂ કરવામાં આવ્યો હતો. કુવાડવા ખાતે આધારકાર્ડની કિટ્ બંધ હોવાથી સ્થાનિક નાગરિકોને આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે રાજકોટ શહેર ખાતે જવાની ફરજ પડતી હતી. જેના કારણે ખાસ કરીને વડીલો સહિતના નાગરિકોને સમય અને નાણાંનો ખર્ચ કરવાની સાથે અગવડતાનો સામનો કરવો પડતો હતો. આ બાબતે કલેકટર કચેરી ખાતે ફરિયાદ સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવતા હવે કુવાડવા પોસ્ટઓફિસ ખાતે આધારકાર્ડ કિટ્સ પુન: શરૂૂ કરવામાં આવી છે, જેના પરિણામે સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ થયેલા જીવાપર (ગું.), બામણબોર, ગુંદાળા, ગારીડા અને નવાગામ (બા.) સહિતના પાંચ ગામોના પિનકોડ હજુ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાથી સ્થાનિક લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવા સહિતની વિવિધ સરકારી અને વહીવટી કામગીરીમાં મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરિણામે આ પાંચ ગામોના રહેવાસીઓને સરકારી યોજનાઓના લાભ મેળવવા તેમજ અન્ય જરૂૂરી વહીવટી કામગીરીમાં પડતી મુશ્ર્કેલીઓમાંથી રાહત થઈ છે આ બંને મહત્વના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર તથા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટનો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. સાથે જ સંબંધિત વહીવટી તંત્ર અને અધિકારીઓનો પણ ઝડપી કાર્યવાહી બદલ આભાર સંજયભાઈ પીપળીયા એ વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ