સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના પબ્લિક રિલેશન ઓફિસર એટલે કે ઙછઘ સંજયસિંહ ચાવડાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સંજયસિંહ ચાવડાએ અંગત કારણોસર રાજીનામું આપ્યાનું સામે આવ્યું છે.
છેલ્લા દોઢ વર્ષથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ઙછઘ તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ચાવડાએ મનપા કમિશનર જે.કે. જાદવને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
જોકે, રાજીનામા પાછળ અન્ય કારણો હોવાની પણ મનપા વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કોઇ અધિકારીના ત્રાસને કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. અચાનક ઙછઘના રાજીનામાને પગલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટી વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે.
