હજૂ ત્રીજા યુવકની શોધખોળ ચાલુ : ગામમાં ભારે શોક છવાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢીંગવાડી ગામ ખાતે ગામની સીમમાં આવેલા તળાવમાં ત્રણ યુવકો ગરમીથી બચવા માટે થઈ અને ન્હાવા માટે તળાવે ગયા હતા ત્યારે ત્રણેય યુવકો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા જે જોતા માં ત્રણેય યુવકો ડૂબવા લાગતા આજુબાજુના લોકોએ ભારે દેકારો મચાવતા સ્થાનિક લોકોએ એક યુવકને બચાવ્યો હતો જ્યારે બે યુવકો તળાવમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારબાદ પરિવારજનોને જાણકારી મળતાની સાથે તાત્કાલિક અસરે તળાવની પાળ ઉપર પરિવારજનો પહોંચ્યા હતા અને ભારે કમ કમાટીભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ સાયલા તાલુકાના ઢીંગવાડી ગામ ખાતે તળાવમાં નહાવા માટે ગયા હતા જેમાંના કરાડી ગામના નિવાસી પ્રતાપભાઈ ટપુભાઈ ખાચર કાઠી દરબાર ઉંમર વર્ષ 24 અને ઢીક વાળી ગામના નિવાસી 20 વર્ષીય મહેલ ભાઈ બાબુભાઈ કાઠી દરબાર જે તળાવમાં નાહવા માટે પાણીમાં ઉતર્યા હતા અને અચાનક ડૂબી ગયા હતા
બનાવની જાણ થતા ગ્રામજનો એ ઘટના દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદ થી બંને યુવકોના મૃતદેવો તળાવમાંથી શોધી અને બહાર કાઢ્યા હતા ત્યારે આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
