1.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ચોટીલાના પંજવાણી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીન ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને ઝડપી 1.63 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન 12 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં હરેશભાઈ ધરમશીભાઈ સુરેલા રહે પાંજવાણી અજયભાઈ મહેશભાઈ ચુડાસમા રહે ચોટીલા ધર્મેશભાઈ રામજીભાઈ જાદવાણી રહે ચોટીલા સંજયભાઈ હરજીભાઈ અઘારા રહે પાંચવાણી દિલીપભાઈ અમૃતભાઈ મકવાણા રહે થાનગઢ ચિરાગભાઈ વિરજીભાઈ સુરેલા રહે ચોટીલા સુરેશભાઈ વાલજીભાઈ શેટાણીયા દરેક ખાખરાળી અરવિંદભાઈ રમેશભાઈ સુરેલા રહે પાંજવાણી રાજેશભાઈ ધીરુભાઈ ગાડલીયા રહે તરકીયા વાંકાનેર ઉદયકુમાર ભુપતભાઈ શેટાણીયા રહે થાનગઢ જનકભાઈ વાલજીભાઈ રહે થાનગઢ વાળાની ધરપકડ કરવામાં આવી છે. તમામ ઇસમો છે તે દોલુભાઈ રવજીભાઈ કોડિયાની વાડી પાસે સરકારી ખરાબા ની જગ્યામાં જુગાર રમી રહ્યા હતા ત્યારે આ અંગે 1.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
