સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નિકળ્યો

10 જેટલા ડેન્ગ્યુના કેસ : આરોગ્યતંત્ર ઉંઘામાથે 24 કલાકમાં 900 દર્દીનાં ટેસ્ટ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળવા માંડ્યો છે ત્યારે ડેન્ગ્યુ મેલેરિયાના કેસોની સંખ્યામાં વધારો થયો છે છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ 10 જેટલા ડેન્ગ્યુના કેસો દાખલ થવા પામ્યા છે તમામ દર્દીઓના ટેસ્ટિંગ માટે બ્લડ સેમ્પલ લઇ અને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 900 જેટલા અલગ અલગ પ્રકારના દર્દીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે જેમાં હિમોગ્લોબિન ટોટલલ્યુકો સાઈડ કાઉન્ટ પ્લેટકાઉન્ટ મેલેરિયા જેવા અલગ અલગ 900 જેટલા ટેસ્ટીંગ કરાવવામાં આવ્યા છે.સુરેન્દ્રનગરમાં રોગચાળો ફાટી નીકળવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ 700થી વધુ કેશો દાખલ થયા છે અને દર્દીઓની નોંધણી થઈ છે ગ્રામીણ વિસ્તારો ના દર્દીઓ પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ત્યારે ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા શરદી ઉધરસ તાવ અને ઇન્ફેક્શનના કેશો સૌથી વધુ દાખલ થઈ રહ્યા છે. ત્યારે આ અંગે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો રહેતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ હતી ત્યારે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં સીઆરપી કીટ ખૂટી ગઈ હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવી પડી હતી અને ખાનગી લેબોરેટરીમાં જઈ અને તેનું ટેસ્ટિંગ કરાવી અને રિપોર્ટ કઢાવવા માટે મજબુર બન્યા હતા ત્યારે સુરેન્દ્રનગર ની જિલ્લા કક્ષાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગણવામાં આવે છે અને તેની લેબોરેટરીમાં કીટો ખૂટી જતા દર્દીઓને વેચાતા રિપોર્ટ કરાવવા માટે મજબૂર બનવું પડતું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગરમાં રોગચાળો વખત તો જઈ રહ્યો છે તેનો મુખ્ય કારણ મિશ્ર ઋતુ છે બપોરના સમયે તડકો લાગી રહ્યો છે અને સાંજના સમયે ઠંડુ વાતાવરણ થઈ જઈ રહ્યું છે જેને લઈને શરદી ઉધરસ થાવ અને ઇન્ફેક્શનના કેસોની સંખ્યામાં સૌથી વધુ નોંધાઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ