બે ભાઈના મોત થતા ગામ આખામાં શોકનો માહોલ
લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદા ગામ નજીક શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મળતી વિગતો મુજબ, વડોદા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અચાનક જોરદાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર વડોદા ગામના પરેશભાઈ રણછોડભાઈ વાઘરોડિયા અને અનિલભાઈ રાજુભાઈ વાઘરોડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળાં એકત્ર થઈ જતાં થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસમાં
આ ગમખ્વાર અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં સામેલ વાહનો અંગેની વિગતો મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે વડોદા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
