ચોટીલાના વડાળી ગામની સીમમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ

SOG ટીમની ઝપટમાં 16 કિલો 90 ગ્રામ લીલા ગાંજા સાથે એક શખ્સ પકડાયો: રૂ. 8,04,500નો મુદ્દામાલ કબજે

જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે ચોટીલા તાલુકાના વડાળી ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ 50 છોડ, જેનું વજન 16 કિલો 90 ગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 8,04,500 નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ગઉઙજ એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢવા, નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને સોંગ પીઆઇ. વાય.પી. પટેલને મળેલી બાતમીના આધારે ચોટીલાના વડાળી ગામની સીમમાં આવેલી વાડીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાડીમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા ગાંજાના 50 છોડ મળી આવ્યા હતા. પોલીસે 16 કિલો 90 ગ્રામ વજનનો ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. 8,04,500 નો મુદામાલ કબજે કરી આ જ ગામના પાંચાભાઈ નાથાભાઈ મેણીયા ઉં. વ. આશરે 51 ને પકડી આણંદપુર પોલીસ સ્ટેશન ખાતે ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે જઘૠની ટીમે આ કાર્યવાહી કરી હતી. ગાંજાના છોડનું વાવેતર કયા સંજોગોમાં કરવામાં આવ્યું હતું અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની વધુ વિગતો પોલીસ તપાસમાં બહાર આવી શકે તેવી સંભાવના હોવાની ચર્ચા છે.

રિલેટેડ ન્યૂઝ