દ.આફ્રિકન બોલર્સ સામે ઈન્ડિયન ઓપનર્સ ફેલ, વિરાટ-પુજારાએ ઈનિંગ સંભાળી : ઈન્ડિયાનો સ્કોર 57/2

આફ્રિકાની પહેલી ઈનિંગ 210 રનમાં સમેટાઈ

કેપટાઉન, તા.12
ઈન્ડિયા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની પહેલી ઈનિંગ 210 રનમાં સમેટાઈ ગઈ છે. જેના કારણે ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં 13 રનથી આગળ છે. તેવામાં ઈન્ડિયન ટીમ તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 5 વિકેટ લીધી છે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લીધી છે. તેવામાં અત્યારે બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટના નુકસાને 57 રન છે. વિરાટ કોહલી અને ચેતેશ્ર્વર પુજારા ક્રીઝ પર છે.
ઈન્ડિયન ટીમે 223 રન જ કર્યા હોવાથી હવે તમામ જવાબદારી બોલિંગ ડિપાર્ટમેન્ટ સામે આવી ગઈ છે. તેવામાં પહેલું સેશન બંને ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ઈન્ડિયન બોલર ઓછામાં ઓછી 4 વિકેટ લઈ આફ્રિકન ટીમને ઓલઆઉટ કરવાના ગેમ પ્લાનથી મેદાનમાં ઉતરી હતી.
જો કે આ પ્લાન લગભગ સફળ રહૃાો અને 50 રનના સ્કોરમાં આફ્રિકાની 3 વિકેટ પડી ગઈ છે. જો કે ત્યાર પછી આફ્રિકન બેટરે બાઉન્સબેક કર્યું અને ઈન્ડિયન ટીમ માત્ર 2 વિકેટ જ પહેલા સેશનમાં લઈ શકી હતી. લંચ સુધી દ.આફ્રિકાનો સ્કોર લંચ સુધી 100/3 રહૃાો હતો. જો કે ઉમેશ યાદવે લંચ બ્રેક પછી વાન ડેર ડૂસેનને આઉટ કરી ભારતને ચોથી વિકેટ અપાવી હતી.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 139 રન હતો ત્યારે ચેતેશ્ર્વર પૂજારાએ શાર્દુલ ઠાકુરના બોલ પર બઉમાનો કેચ છોડ્યો હતો. ત્યાર પછી બોલ વિકેટકીપરની પાછળ મૂકવામાં આવેલા હેલ્મેટ પર વાગ્યો હતો. જેના કારણે 5 રનની પેનલ્ટી પણ મળી હતી.
આ સિરીઝમાં અત્યાર સુધી એડન માર્કરામનું પ્રદર્શન કંઈ ખાસ રહૃાું નથી. કેપટાઉન ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ તે 22 બોલમાં માત્ર 8 રન જ કરી શક્યો હતો. આખી સિરીઝની 3 મેચમાં તેણે માત્ર 60 રન જ કર્યા છે. પાંચ ઈનિંગ્સમાં તેની એવરેજ 12ની છે. તે જ સમયે, ભારતના બોલિંગ ઓલરાઉન્ડર આર અશ્ર્વિને વર્તમાન સિરીઝમાં માપ્રરમ કરતા વધુ રન કર્યા છે. અશ્ર્વિને પાંચ ઈનિંગ્સમાં 16.40ની એવરેજથી 82 રન કર્યાં છે.

રિલેટેડ ન્યૂઝ