તાઇવાન વિશ્વ માટે આર્થિક અને વ્યૂહરચનાની દૃષ્ટિએ આટલું મહત્ત્વપૂર્ણ કેમ?

અમેરિકન સસંદની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નૅન્સી પેલોસી તાઇપેઈ પહોંચ્યાં તેની થોડી વાર બાદ જ ચીનના વિદેશમંત્રાલયે તરત પ્રતિક્રિયા આપી. વિદેશમંત્રાલયે કહ્યું, “જેઓ આગ સાથે રમી રહ્યા છે, તેઓ દાઝશે.”

પાછલાં 25 વર્ષોમાં અમેરિકાથી આટલા મોટા પદ પર કાર્યરત્ કોઈ વ્યક્તિ તાઇવાનની યાત્રા પર નહોતી ગઈ. જોકે નૅન્સી પેલોસી ત્યાં 24 કલાક કરતાં પણ ઓછા સમય સુધી રોકાયાં.

ચીનની ચેતવણી છતાં નૅન્સી પેલોસીની આ યાત્રા પર કઠોર પ્રતિક્રિયા આવવાનું પાકું જ હતું.

ચીને કહ્યું કે તેઓ આને પોતાના ‘રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન’ માને છે અને તેને ‘વન ચાઇના પૉલિસી’ વિરુદ્ધ પડકાર સ્વરૂપે જુએ છે.

બદલાની ભાવનામાં કાર્યવાહી કરવામાં ચીને મોડું પણ ન કર્યું. તેણે તાઇવાન નજીકના કેટલાક વિસ્તારોમાં ગુરુવારથી રવિવાર સુધી સૈન્યાભ્યાસ કરવાની જાહેરાત કરી દીધી. ચીન તાઇવાનને પોતાની છૂટા પડી ગયેલ એક પ્રાંત તરીકે જુએ છે, જેનું દેશની મુખ્ય ભૂમિ સાથે આજ નહીં તો કાલે વિલય થવાનું નક્કી છે અને તે તેના માટે તાકાતનો ઉપયોગ કરવાની પણ તૈયારી ધરાવે છે.

પરંતુ બીજી તરફ તાઇવાન પોતાની જાતને એક સ્વતંત્ર દેશ સ્વરૂપે રજૂ કરે છે. તેમના ત્યાં લોકશાહી શાસનપ્રણાલી છે, પરંતુ તાઇવાને ક્યારે આધિકારિકપણે પોતાની જાતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર નથી કર્યું.

નૅન્સી પેલોસીની તાઇવાનયાત્રા એવા સમયે થઈ, જ્યારે ચીન અને અમેરિકા વચ્ચેનું તાણ ચરમ પર છે.

ચીને પોતાની નૅવી અને ઍરફોર્સનો ઉપયોગ કરીને તાઇવાન પર દબાણ કરવાની ઘણી વખત કોશિશ કરી અને આ કારણે તેના માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની જાય છે.

તાઇવાનની સ્થિતિ એટલી નાજુક છે કે તેના ભાગ્યમાં જે કાંઈ પણ થશે, તેની અસર વિશ્વના રાજકારણ અને અર્થતંત્ર પર પડવાની નક્કી છે. આગળ આપણે આવાં અમુક પાસાંની તપાસ કરીશું.

રિલેટેડ ન્યૂઝ