સુરક્ષા કારણોસર બર્મિંગહામ સ્ટેડિયમનો રેસલિંગ વેન્યૂ ખાલી કરાવવામાં આવ્યો

કોમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની વાત સામે આવી છે. બર્મિંગહામ સ્ટેડિયમમાં સુરક્ષા અધિકારીઓએ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યુ છે. અહિં, રેસલિંગ વેન્યૂ ખાલી કરાવ્યો છે. આ દરમિયાન ભારતીય રેસલરેસ પણ ત્યાં હાજર હતા. સુરક્ષામાં શું ચૂક આવી છે, તે વાત હજુ સુધી બહાર આવી નથી.

પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે મેડલ કર્યો પાક્કો

ભારતે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે દેશ માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસના WS ક્લાસ 3-5 ઇવેન્ટમાં ઇંગ્લેન્ડની સુઈ બુલેને 11-6, 11-6, 11-6થી હાર આપી હતી.

ભારતીય મેન્સ રિલે ટીમ ફાઈનલમાં

ભારતીય મેન્સ ટીમે 4×400 મીટર ઇવેન્ટના ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમે બીજા નંબર પર રહેતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ રેસમાં મો.અનીસ, મોહ નિર્મલ, અમોઝ જેકોબ અને મો. વરિયાથડીએ 3.06.97 મિનિટમાં રિલે પૂરી કરી હતી.

રેસલિંગ: બજરંગ પુનિયા અને દીપક પુનિયા ક્વાર્ટર ફાઈનલમાં

રેસલર બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ પોત-પોતાના મેચમાં જીતીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. મેન્સ ફ્રી સ્ટાઈલના 65 KG વેટ કેટેગરીમાં બજરંગે નિરૂના લોબે બેંગહમને 4-0થા માત આપી હતી. તે દીપકે 86 KGમાં આક્સેનહમને 10-0થી હાર આપી હતી.

ટેબલ ટેનિસ: મણિકા બત્રા અને સૃજા ક્વાર્ટર ફાઈનલમાં

સ્ટાર પેડલર મણિકા બત્રાએ ઓસ્ટ્રેલિયાની મિનહ્યુંગ જીને 4-0થી હાર આપી હતી. આ સાથે જ તેણે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો અન્ય એક મેચમાં સૃજા એકુલાએ વેલ્સની ચાર્ટલેટ કૈરીને 4-3 (8-11, 11-7, 12-14,9-11, 11-4, 15-13, 12-10)થી માત આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.​​​​​​​

રિલેટેડ ન્યૂઝ