ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે આજે ચોથી T-20

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચોથી T-20 મેચ આજે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ એન્ડ બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. એક તરફ ભારત આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઊતરશે તો બીજી તરફ વેસ્ટઇન્ડીઝ સિરીઝ સરભર કરવા માટે ઊતરશે. આ સિરીઝમાં ભારત 2-1થી આગળ છે.

રોહિત શર્મા સુકાન સંભાળશે
રોહિત શર્મા ત્રીજી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે આ મેચમાં સંપૂર્ણ ફિટ છે. પિચ બદલવાને કારણે બન્ને ટીમ માટે આ મેચ પકડકારભરી રહેશે. ટોસ જીતીને કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમને થોડી મુશ્કેલી પણ પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ