ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજી વન-ડે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. દીપક ચહર અને આવેશ ખાનને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યુ છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને આરામ આપવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા તરફથી હાલ શિખર ધવન અને કેએલ રાહુલ રમતમાં છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડ્ડા, સંજુ સેમસન (વિકેટકિપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, આવેશ ખાન અને દીપક ચહર.

ઝિમ્બાબ્વે: તોકુદવનાશે કાઈટેનો, ઇનોસેન્ટ કાયા, સીન વિલિયમ્સ, ટી. મુન્યોંગા, સિકંદર રઝા, રેઝિસ ચકાબાવા (કેપ્ટન અને વિકેટકીપર), આર. બર્લ, લ્યુક ઝોંગ્વે, બ્રેડ ઇવાંસ, વિક્ટર ન્યાઉચી, આર. નાગરવાં.

રિલેટેડ ન્યૂઝ