ભારતે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા કર્યું જોરદાર સેલિબ્રેશન

સોમવારે હરારેમાં ટીમ ઈન્ડિયાનું જબરદસ્ત સેલિબ્રેશન જોવા મળ્યુ હતુ. કાલા ચશ્મા ગીત પર ટીમના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. જીતના આ સેલિબ્રેશનમાં શિખર ધવન, ઈશાન કિશન, આવેશ ખાન જેવા સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 30 સેકન્ડના આ વીડિયોમાં ઈશાને પોતાના સ્ટેપ્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ વીડિયો IPLની ઘણી ફ્રેન્ચાઈઝીએ શેર કર્યો છે. ફ્રેન્ચાઇઝી પછી, ફેન્સ પણ તેને શેર કરવા લાગ્યા છે.

ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. તેણે પ્રથમ મેચ 10 વિકેટથી જીતી હતી, પછી બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 5 વિકેટે હરાવ્યું અને ત્રીજી મેચમાં 13 રનથી રોમાંચક જીત મેળવી હતી.

ત્રીજી વનડે 13 રને જીતી
ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી વનડે 13 રને જીતી લીધી હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં છેલ્લી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 49.3 ઓવરમાં 276 રન જ બનાવી શકી હતી. ભારત માટે શુભમન ગિલે પોતાની વનડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. યજમાન ટીમ માટે સિકંદર રઝાએ સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.

રિલેટેડ ન્યૂઝ