વિરાટ-ચહલે ઈજાગ્રસ્ત પાકિસ્તાનના ખેલાડીના ખબર અંતર પૂછ્યા

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઑગસ્ટે મેચ રમાવવા જઈ રહ્યો છે. જેની રાહ આખી દુનિયા જોઈ રહી છે. આ અગાઉ બન્ને દેશોના ખેલાડીઓ વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. વિરાટ કોહલી, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત અને કેએલ રાહુલે પાકિસ્તાનના સ્ટાર પેસર શાહિન આફ્રિદીના ખબર-અંતર પૂછ્યા હતા. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના આ લેફટ આર્મ ફાસ્ટ બોલર ગોંઠણમાં ઈજા પહોંચવાના કારણે એશિયા કપમાં બહાર થઈ ગયો છે.

આ ચારેય ભારતીય ખેલાડીઓએ શાહિનને ગળે મળીને વાતચીત કરી હતી. જેનો એક વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ પોસ્ટ કર્યો હતો. જે હાલ વાઈરલ થઈ રહ્યો છે.

આ ચારેય ભારતીય ખેલાડીઓએ શાહિનને ગળે મળીને વાતચીત કરી હતી. જેનો એક વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ પોસ્ટ કર્યો હતો. જે હાલ વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં ઈજાગ્રસ્ત શાહિનને મળવા આફ્રિદી પ્રેક્ટિસ ગ્રાઉન્ડની બહાર બેઠો નજરમાં આવે છે. ત્યારે જ ભારતીય ખેલાડીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. સૌથી પહેલા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ શાહિનને મળવા પહોંચ્યો હતો અને તેની સાથે હાથ મિલાવ્યો હતો. ચહલ તેના હાલચાલ પૂછીને ગળે મળ્યો હતો. આ પછી વિરાટ, પંત અને રાહુલ પણ તેને મળવા પહોંચ્યા હતા.

આફ્રિદી પાછલા મહિને શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત પહોંચ્યો હતો. તેને ગોંઠણમાં ઈજા પહોંચી હતી. જે હજુ સુધી ઠીક થયો નથી. મેડિકલ ટીમે તેને 4થી 6 સપ્તાહનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આફ્રિદી ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત છે. હાલ તે NCAમાં રેહાબ કરી રહ્યો છે.

પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈને એશિયા કપમાં આફ્રિદીનું સ્થાન લીધુ છે. શાહિન આફ્રિદી હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ઓક્ટોબરમાં થનારા ન્યૂઝીલેન્ડ ત્રિકોણીય સિરીઝથી વાપસી કરશે.

રિલેટેડ ન્યૂઝ