ભારતના અર્થતંત્રને ખત્મ કરનાર ISIએજન્ટની નેપાળમાં હત્યા

આઈએસઆઈના ઈશારે ભારતની નકલી નોટો સપ્લાય કરતો: અજાણ્યા હુમલાખોરોએ ઠાર કર્યો

ક્ાઠમંડુ, તા.22
નેપાળની રાજધાની ક્ાઠમંડુમાં આઈએસઆઈએજન્ટની હત્યા ક્રવામાં આવી છે. લાલ મોહમ્મદૃ ઉર્ફે મોહમ્મદૃ દૃરજી ગાડીમાં પોતાના ઘરે આવી રહૃાા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની ઉપર ગોળીબાર ર્ક્યો હતો. લાલ મોહમ્મદૃને બચાવવા માટે તેમની પુત્રી ધાબા ઉપરથી ક્ૂદૃી ગઈ હતી પરંતુ ત્યાં સુધી હુમલામાં લાલ મોહમ્મદૃનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના સીસીટીવીમાં રેક્ોર્ડ થઈ ગઈ છે. લાલ મોહમ્મદૃ આઈએસઆઈના ઈશારે પાક્સ્તિાન અને બાંગ્લાદૃેશમાંથી ભારતીય નક્લી ચલણી નોટો નેપાલ મંગાવતો હતો. તે આ નોટોને નેપાળથી ભારતમાં સપ્લાઈ ક્રાવતો હતો.
લાલ મોહમ્મદૃ ભારતની નક્લી ચલણી નોટોનો મુખ્ય સપ્લાયર હતો. તે આઈએસઆઈએજન્ટ હતો. એટલું જ નહી તે ડીગેંગના સંપર્ક્માં પણ હતો. આઈએસઆઈદ્વારા લાલ મોહમ્મદૃનો એક્ લોન્ચ પેડ તરીક્ે ઉપયોગ ક્રવામાં આવતો હતો. તે નક્લી નોટોના વેપાર ઉપરાંત આઈએસઆઈને તેના ઓપરેશન માટે લોજિસ્ટિકસ સપ્લાય ક્રવાનું અને આઈએસઆઈએજન્ટોને આશ્રય આપવાનું ક્ામ ક્રતો હતો.
લાલ મોહમ્મદૃ ક્ાઠમંડુના ગોઠાટાર વિસ્તારમાં રહેતો હતો. 19 સપ્ટેમ્બરના રોજ લાલ મોહમ્મદૃ પોતાની ગાડીમાં ઘરે આવ્યો હતો. તે જેવો ગાડીમાંથી નીચે ઉતરીને ઘરમાં પ્રવેશવા લાગ્યો ક્ે હુમલાખોરોએ તરત જ તેની ઉપર ફાયરિંગ ર્ક્યું હતું.

રિલેટેડ ન્યૂઝ