ડોલરમાં ‘દમ’, રૂપિયો ‘નરમ’, 88 પૈસા તૂટ્યો

એસ ફુગાવાને કાબૂમાં લેવા ફેડ દ્વારા દર વધારવાથી બજાર દબાણમાં: ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતાં ડોલર સામે રૂપિયો તૂટ્યો: સેન્સેક્સમાં 337 અને નિફ્ટીમાં 89 પોઈન્ટનો ઘટાડો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) મુંબઈ, તા.22
ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે વિક્રમી નીચી સપાટીએ ખુલી સતત નરમ રહી ઈતિહાસમાં ક્યારેય જોવા મળી હોય એટલી નીચી સપાટીએ બંધ આવ્યો હતો. ફોરેક્સ માર્ક્ેટમાં ટ્રેડીંગ બંધ રહૃાું ત્યારે ડોલર સામે રૂપિયો 80.86ની સપાટીએ બંધ આવ્યો હતો જે એક્ જ દિૃવસમાં 88 પૈસાનો ઘટાડો સૂચવે છે.
ગુરુવારે ટ્રેડીંગ શરુ થયું ત્યારે ડોલર સામે રૂપિયો 80.28ની વિક્રમી નીચી સપાટીએ ખુલ્યા બાદૃ થોડી જ પળોમાં વધારે ઘટી 80.37 થઇ ગયો હતો. વૈશ્ર્વિક્ બજારમાં અમેરિક્ન ડોલર ઇન્ડેકસ 112ની બે દૃાયક્ાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દૃર વધારતા આજે ડોલર સામે રૂપિયો સતત દૃબાણમાં રહૃાો હતો. ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દૃેશની વિદૃેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.
ગઈક્ાલે ફેડરલ રિઝર્વે આજે અમેરિક્ામાં ફેડ ફંડના દૃરમાં 0.75 ટક્ાના વધારાની જાહેરાત ક્રી હતી.
આ સાથે વ્યાજનો દૃર હવે વધી 3 થી 3.25 ટક્ા વધી ગયા છે. આ સાથે અમેરિક્ામાં આર્થિક્ વૃદ્ધિ દૃર ઘટાડી માત્ર 0.25 ટક્ા ક્રવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દૃર છેલ્લે 2008માં જોવા મળ્યા હતા.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદૃરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો ર્ક્યા બાદૃ બેન્ચમાર્ક્ સૂચક્ાંક્ો 22 સપ્ટેમ્બરના રોજ સતત બીજા સત્રમાં નબળા પડ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેકસ 337.06 પોઈન્ટ્સ અથવા 0.57 ટક્ા ઘટીને 59119.72 પર અને નિટી 88.50 પોઈન્ટ્સ અથવા 0.50 ટક્ા ઘટીને 17629.80 પર બંધ રહૃાો હતો. યુએસ ફુગાવાને ક્ાબૂમાં લેવા માટે ફેડ દ્વારા દૃર વધારવાના દૃબાણને ક્ારણે આજે બજારમાં ટ્રેડિંગ શાંત રહૃાું હતું. બીજી તરફ ડોલર ઈન્ડેકસ વીસ વર્ષની ટોચે પહોંચ્યા બાદૃ રૂપિયામાં ઐતિહાસિક્ ઘટાડો નોંધાયો હતો.
આજના ક્ારોબારમાં લગભગ 1793 શેર વધ્યા, 1565 શેર ઘટ્યા અને 137 શેર યથાવત રહૃાા. વીજળી, એફએમસીજી અને ઓટોને બાદૃ ક્રતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચક્ાંક્ો એક્ ટક્ાથી વધુ ઘટ્યા હતા. બીએસઈ મિડક્ેપ અને સ્મોલક્ેપ સૂચક્ાંક્ો સક્ારાત્મક્ નોંધ પર બંધ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે ક્ે અમેરિક્ામાં મોંઘવારી માત્ર 8 ટક્ાથી ઉપર છે. આનો અર્થ એ છે ક્ે દૃરોમાં વધારો થવાની સંભાવના છે. ફેડનો ડોટ પ્લોટ હવે 2024 પહેલા રેટ ક્ટનો સંક્ેત આપતો નથી. આ હક્ીક્તની બજાર પર ખૂબ જ નક્ારાત્મક્ અસર પડી છે.
પાવર ગ્રીડ ક્ોર્પોરેશન, એકિસસ બેંક્, એચડીએફસી બેંક્, ક્ોલ ઈન્ડિયા અને એચડીએફસી નિટી ગુમાવનારાઓમાં સામેલ હતા. જ્યારે ટાઇટન, એચયુએલ, એશિયન પેઇન્ટ્સ, આઇશર મોટર્સ અને મારુતિ સુઝુક્ીનો લાભ મેળવનારી ક્ંપનીમાં સમાવેશ થાય છે. પાવર ગ્રીડ, એચડીએફસી બેંક્, એચડીએફસી, એકિસસ બેંક્, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક્ અને અલ્ટ્રાટેક્ સિમેન્ટ સેન્સેકસ પેક્ના 30 શેરમાં ઘટ્યા હતા. બીજી તરફ ટાઇટન, હિન્દૃુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, મારુતિ અને આઇટીસીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગક્ોંગના બજારો નીચામાં બંધ થયા. મધ્ય-સત્રના સોદૃામાં યુરોપિયન શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહૃાા હતા. બુધવારે યુએસ બજારો નબળાઈ પર બંધ થયા હતા.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદૃ નાયરે જણાવ્યું હતું ક્ે ફેડ 2022ના અંત સુધીમાં વ્યાજ દૃર વધારીને 4.4 ટક્ા ક્રવાની અપેક્ષા ક્રતાં વધુ ક્ડક્ બન્યું છે. સંક્ેતો એ છે ક્ે આ વર્ષે યોજાનારી આગામી બે પોલિસી બેઠક્ોમાં 125 બીપીએસ વધુ દૃરમાં વધારો થવાની અપેક્ષા છે.
ભારતીય શેરબજાર મર્યાદિૃત ઘટાડા સાથે તેની સ્થિતિસ્થાપક્તા જાળવવામાં સફળ રહૃાું પરંતુ, જો રૂપિયો સતત નબળો પડતો રહેશે તો સ્થાનિક્ બજાર વિદૃેશી રોક્ાણક્ારો માટે ઓછું આર્ક્ષક્ બનશે, જેની બજારના વેપાર પર નક્ારાત્મક્ અસર પડશે. યુએસ ડોલર સામે રૂપિયો 99 પૈસા નબળો પડીને 80.95 (ક્ામચલાઉ)ની સર્વક્ાલીન નીચી સપાટીએ બંધ રહૃાો હતો.

રિલેટેડ ન્યૂઝ