મોહન ભાગવત રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ: મુસ્લિમ ધર્મગુરૂ

દિલ્હીની મસ્જીદમાં આરએસએસ વડાની મુસ્લિમ ધર્મગુરૂ-બુધ્ધિજીવીઓ સાથે સંવાદ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 22
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત આજે કસ્તૂરબા ગાંધી માર્ગ પર આવેલ મસ્જિદ પહોંચ્યા હતા. જ્યાં ડો ઈમામ ઉમર અહમદ ઉલિયાસી (ચીફ ઈમામ) સહિત અનેક મુસ્લિમ ધર્મગુરુઓ તેમજ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મુસ્લિમ ધર્મગુરુ ડો ઉમેર અહમદ ઈલિયાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ ગણાવ્યા છે.
અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ ઈલિયાસીએ જણાવ્યું કે, ભાગવત ઈમામ હાઉસ આવ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, દેશ શાંતિ અને ભાઈચારા સાથે વિકાસના માર્ગે લઈ જવાને લઈને લગભગ 1 કલાક સુધી વાતચીત થઈ. તેમની આ મુલાકાતથી એક સારો સંદેશ જશે. વધુમાં તેઓએ જણાવ્યું કે, હિન્દુ અને મુસ્લિમમાં પૂજા કરવાની પદ્ધતિ અલગ છે, પરંતુ આખરે આપણાં સૌનો ધર્મ માનવતાનો જ છે. જ્યારે રાષ્ટ્રનું સ્થાન ધર્મથી ઉપર છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનો મુસ્લિમ ધર્મગુરુ અને બુદ્ધિજીવીઓ વચ્ચે મુલાકાત રણનીતિનો હિસ્સો છે, જેમાં તેઓ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ સાથે સંવાદ વધારવા પર ભાર મૂકી રહ્યું છે. જેથી ધર્મ આધારિત ગેરસમજો દૂર કરી શકાય.
આ સાથે જ સંગની ઑળખને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરી શકાય.
અગાઉ ભાગવતે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ સાથે બંધ બારણે બેઠક કરીને ગૌહત્યા પર તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતુ. આ ઉપરાંત હિન્દુઓ વિરુદ્ધ કાફિર અને જિહાદ જેવા શબ્દોના ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ સૂચન કર્યું છે કે, આવા શબ્દોના પ્રયોગથી બચવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ