અમેરિકામાં અંધાધૂંધ ફાયિંરગમાં ૧૦ લોકોના મોત

લોસ એન્જેલસમાં ડાઉન ટાઉનમાં મોન્ટારી પાર્કમાં નવા વર્ષના જશ્ર્નમાં મોટી સંખ્યામાં લોકો ઉમટેલા હતા:અન્ોક ઘાયલ

કેલિફોર્નિયા, તા.૨૨
અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં લૂનર ન્યૂ યર સેલિબ્રેશન દૃરમિયાન અંધાધૂધ ફાયિંરગમાં ઓછામાં ઓછા ૧૬ લોકોને ગોળી વાગી હતી. રિપોર્ટના અનુસાર, કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ફાયિંરગની ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. અમેરિકન મીડિયામાં આવી રહેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે લોસ એન્જલસ નજીક મોન્ટેરી પાર્કમાં આ ઘટના બની છે.ચીની ન્યુ યરની દૃરમિયાન હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યારે જ આ ફાયિંરગની ઘટના શરૂ થઈ. કેટલાક અહેવાલો અનુસાર ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે અને ૧૬ લોકો ઘાયલ થયા છે.

જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે રંગભેદૃના કારણે આ ફાયિંરગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. અમેરિકન મીડિયાએ સૂત્રાના હવાલે કહૃાું છે કે, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકન સમય અનુસાર રાત્રે લગભગ ૧૦ વાગ્યે ધડાધડ ફાયિંરગ થયું. આ દૃરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, બે દિૃવસનો ફેસ્ટિવલ ચાલી રહૃાો હતો. પોલીસના અનુસાર, , ઘટના સમયે હજારો લોકો હાજર હતા. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે ૭ માઈલ (૧૧ કિમી) દૃૂર છે.
જણાવી દૃઈએ કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં ૧૭ વર્ષની માતા અને છ મહિનાના બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિિંલગ ગણાવી છે. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના ૬૮૦૦ બ્લોકમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે િંહસા નહોતી, પરંતુ ટાર્ગેટ કિિંલગ હતું ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૨ માં, યુએસએના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં અંધાધૂધ ગોળીબારમાં ૧૦ લોકો માર્યા ગયા હતા. લોકોએ આ ઘટનાનો વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક ઑફ ડ્યુટી પોલીસ અધિકારી પણ છે. આ ઘટના નોર્થ કેરોલિનાની છે.

રિલેટેડ ન્યૂઝ