અમદૃાવાદૃના બે યુવકોના ન્યુઝીલેન્ડના દૃરિયામાં ડૂબી જવાથી થયા મોત

ઇલેક્ટ્રિકલ એન્જિનીયર સૌરિન અન્ો ગ્ોસ સ્ટેશનના કેશિયર તરીકે કામ કરતા અંશુલન્ો તરતા નહોતું આવડતું

અમદૃાવાદૃ, તા.૨૨
ન્યૂઝીલેન્ડમાં આવેલા પીહા બીચ પર બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. બીચ પર જીવ ગુમાવનારા યુવકોના પરિજનોનું કહેવું છે કે તેઓ બંનેને સ્વિિંમગ નહોતું આવડતું. ઈન્ડિયન હાઈ કમિશન સેકન્ડ સેક્રેટરી દૃુર્ગા દૃાસે આ વાત કન્ફર્મ કરતા જણાવ્યું કે, જીવ ગુમાવનારા યુવકોના નામ સૌરિન નયનકુમાર પટેલ અને અંશુલ શાહ છે. તેઓ બંને અમદૃાવાદૃ, ગુજરાતના રહેવાસી હતા.
મળતી માહિતી મુજબ, ૨૮ વર્ષનો સૌરિન નયનકુમાર પટેલ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતો જે ઓગસ્ટ મહિનામાં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો જ્યારે ૩૧ વર્ષનો અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર હતો અને નવેમ્બર મહિનામાં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. તેઓ બંને ન્યુઝીલેન્ડના ઑકલેન્ડમાં વર્ક વિઝા પર રહેતા હતા. સેક્રેટરી દૃુર્ગા દૃાસે કહૃાું કે ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય સમાજ માટે આ ઘણી દૃુ:ખદૃ ઘટના છે.
ન્યુઝીલેન્ડના પશ્ર્ચિમ ઑકલેન્ડના પીહા ખાતે દૃરિયામાં ડૂબી જતાં બે ભારતીયોના મોત થયાં છે. આ બંને યુવક અમદૃાવાદૃના હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંને યુવકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદૃાવાદૃ ખાતે રહેતા તેમના માતા-પિતાને જાણ પણ કરવામાં આવી છે. આ ઘટનામાં ૨૮ વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને ૩૧ વર્ષીય અંશુલ શાહનું મોત થયું છે. તેઓ બંને મૂળ અમદૃાવાદૃના રહેવાસી હતા. ત્યાં દૃરિયાકિનારે હાજર લાઈફગાર્ડ્સે આ બંને યુવકોને બચાવવા ખાસ્સો એવો પ્રયાસ પણ કર્યો હતો.
આ બંને યુવકો ઑકલેન્ડના દૃરિયામાં ખેંચાઈ ગયા હતા. આ બંને યુવકો સ્વિિંમગ નહીં જાણતા હોવાનું પણ જાણવા મળે છે. તેઓ જે દૃરિયાઈ બીચ પર ફરવા માટે આવ્યા હતા તે ઘણો ઊંડો હતો. તેઓ થોડે અંદૃર ગયા હોવાથી ડૂબી ગયા હોઈ શકે છે. તેઓ બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ આખરે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ