ભારત દૃ.એશિયાનું આર્થિક પાવર હાઉસ, વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર પ્રભાવ

લાવરોવે ભારત અને ચીન બંનેનું નામ આપતા કહૃાું, આ દૃેશોની વૈશ્ર્વિક સ્તરે તેમની ક્ષમતાને અવગણી શકાય નહીં

નવી દિૃલ્હી, તા.૨૫
રશિયાના વિદૃેશમંત્રી સર્ગેઈ ઘણી વખત ભારતના વખાણ કરી ચૂક્યા છે. મંદૃીની સંભાવના વચ્ચે તેમણે ભારત અંગે મોટું નિવેદૃન આપ્યું છે. લાવરોવે કહૃાું હતું કે ભારત દૃક્ષિણ એશિયાનું આર્થિક પાવર હાઉસ છે અને વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર પણ તેનો પ્રભાવ છે. લાવરોવે ભારત અને ચીન બંનેનું નામ આપતા કહૃાું હતું કે આ દૃેશો તેમના ક્ષેત્રમાં માત્ર પાવરહાઉસ તરીકે જ કામ નથી કરતા પરંતુ વૈશ્ર્વિક સ્તરે તેમની ક્ષમતાને પણ અવગણી શકાય નહીં.
આ અગાઉ પણ લાવરોવે ભારતને યુએનએસસીના કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું હતું અને ડિસેમ્બરમાં આયોજીત ઈન્ટરનેશનલ ફોરમમાં કહૃાું હતું કે વિશ્ર્વના કોઈ પણ મુદ્દા પર ભારતના મજબૂત વલણથી તેની વેલ્યુ વધી છે. તેમણે કહૃાું હતું કે ભારત આર્થિક વિકાસની દ્રષ્ટિએ અગ્રણી દૃેશોમાં સામેલ છે. આ સિવાય તેની પાસે વિવિધ પડકારોને પહોંચી વળવાનો સારો અનુભવ છે. ભારતની એશિયા પર સારી પકડ છે. આવી સ્થિતિમાં ેંદ્ગજીઝ્ર માટે ભારતનો દૃાવો મજબૂત છે. રશિયાના વિદૃેશ મંત્રીએ કહૃાું હતું કે ભારતની ભૂમિકા માત્ર સંયુક્ત રાષ્ટ્ર સંગઠનમાં જ નહીં પરંતુ પ્રાદૃેશિક સંગઠનોમાં પણ ઘણી મોટી છે. શાંઘાઈ કોઓપરેશનમાં પણ ભારતની ભૂમિકાને અવગણી શકાય નહી. તમને જણાવી દૃઈએ કે ફ્રાંસ અને બ્રિટને પણ ભારતને યુએનએસસીમાં કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સિવાય ફ્રાંસે કહૃાું હતું કે જેઓ શક્તિશાળી દૃેશ તરીકે ઉભરી રહૃાા છે તેમને પણ સ્થાન આપવામાં આવે. જેમાં ભારતની સાથે જર્મની, જાપાન અને બ્રાઝીલનો સમાવેશ થાય છે. વિદૃેશ મંત્રી લાવરોવે પશ્ર્ચિમના દૃેશો અને અમેરિકા યુક્રેન સાથે વાતચીતમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહૃાું હતું કે યુદ્ધની શરૂઆતથી જ રશિયા યુક્રેન સાથે વાત કરવા ઈચ્છે છે પરંતુ અમેરિકા અને અન્ય પશ્ર્ચિમી દૃેશ તેને ગેરમાર્ગે દૃોરી રહૃાા છે. તમને જણાવી દૃઈએ કે આવતા મહીને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થશે. ભારતે આ યુદ્ધ અંગે હંમેશા મજબૂત વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ રીતે કહૃાું હતું કે આ યુદ્ધનો યુગ નથી. બંને દૃેશોએ વાતચીત કરીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ