બે અઠવાડિયામાં ત્રણ અમેરિકન બેન્ક ડૂબી

ડિપોઝિટ ઇન્શ્યોરેન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટ અંતર્ગત બેન્કમાં જમા કરાવેલી રકમની ગેરેન્ટી પાંચ લાખ રૂપિયા છે

નવી દિૃલ્હી, તા.૧૭
અમેરિકી બેક્ધિંગ સિસ્ટમમાં હાલમાં મોટી મુસીબતનો સામનો કરી રહી છે. ૨ અઠવાડિયામાં અમેરિકાની ૩ દિૃગ્ગજ બેક્ધ ફેઇલ ગઈ છે. એસવીબી ફાયનાન્સિયલ અને સિલ્વરગેટ કેપિટલ બાદૃ હવે સિગ્નેચર બેક્ધને પણ ન્યૂયોર્ક સ્ટેટ ફાયનાન્સિયલ રેગ્યુલેટર્સે બંધ કરી દૃીધી છે. જો કે, ફેડરલ રિઝર્વએ એસવીબી અને સિગ્નેચર્સ બેક્ધે ડિપોઝિટર્સે આશ્ર્વાસન આપ્યું છે કે, તેમની ડિપોઝિટ બિલકુલ સુરક્ષિત છે. ફેડે કહૃાુ છે કે, બંને બેક્ધના ડિપોઝિટર્સ તેમના રૂપિયા કાઢી શકશે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિત્તીય ગરબડને કારણે ભારતની કેટલીક બેક્ધની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી અને ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી કે રિઝર્વ બેક્ધે તેમના પર પૈસાની લેવડદૃેવડ કરવાની પાબંદૃી મૂકી દૃીધી હતી. આ ઘટનાઓને કારણે કેટલાય લોકોના મનમાં સવાલ થતો હશે કે જો બેક્ધ ડૂબી જાય તો તેમના રૂપિયાનું શું થશે? બેક્ધ ડૂબે કે દૃેવાળિયું ફૂંકાય તો જમાકર્તા પાસે એકમાત્ર રાહત ડિપોઝિટ ઇન્શ્યોરેન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એટલે કે ડીઆઈસીજીસી દ્વારા આપવામાં આવેલું ઇન્શ્યોરેન્સ કવર હોય છે. હવે ડીઆઈસીજીસી અંતર્ગત ઇન્શ્યોરેન્સ કવર ૧ લાખ રૂપિયાથી ૫ લાખ સુધી વધારવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો જે બેક્ધમાં તમારા રૂપિયા જમા કરાવેલા હોય અને તે ડૂબી જાય તો ૫ લાખ રૂપિયા સુધીની રકમ તમને પરત મળી શકે, પછી ભલેને તમારા એકાઉન્ટમાં પાંચ લાખ કરતાં વધુ રકમ કેમ ના હોય! ડીઆઈસીજીસી કવર તમામ બેક્ધ માટે ઉપલબ્ધ કરે છે. જો કે, આ સુવિધા મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને ઇન્શ્યોરેન્સ પ્રિમિયમ ભરવું પડે છે. ડીઆઈસીજીસીની ગાઇડલાઇન્સ પ્રમાણે, બેક્ધનું લાયસન્સ રદ્દ કરવાની તારીખ કે મર્જર કે પુન:નિર્માણના દિૃન સુધી પ્રત્યેક જમાકર્તાને તેની પાસે રહેલું મૂળધન અને તેના વ્યાજ માટે વધુમાં વધુ ૫ લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. તેનો મતલબ એવો છે કે, એક જ બેક્ધમાં તમારા તમામ એકાઉન્ટ મળીને ગમે તેટલો રૂપિયો જમા કર્યો હોય, તમને માત્ર ૫ લાખનું કવર ઇન્શ્યોરેન્સ મળશે. આ રકમમાં મૂળધન અને વ્યાજ બંને સામેલ છે. બેક્ધ ડૂબે તો તમારી મૂળ રાશિ ૫ લાખ છે, તો તમને માત્ર એ રકમ મળશે અને વ્યાજ નહીં.

રિલેટેડ ન્યૂઝ