ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારો: મુકેશ અંબાણી ૫.૪૯ મિલિયન ડોલર વધારા સાથે એશિયામાં પ્રથમ, વિશ્ર્વમાં ૧૩મા ક્રમે, ગૌતમ અદૃાણી પાંચ સ્થાન વધીન્ો ૧૮માં નંબરે
નવી દિૃલ્હી, તા.૨૪
વિશ્ર્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં સુનામી જોવા મળી રહૃાું છે. નંબર વન અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટથી લઈને જેફ બેઝોસ સુધી… બિલ ગેટ્સથી લઈને વોરન બફેટ સુધી, તમામ ધનિકોએ છેલ્લા ૨૪ કલાકમાં તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે બર્નાર્ડ અર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં બીજા ક્રમે છે. ખાસ વાત એ છે કે તમામ ધનિકની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદૃાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. ચાલો અબજોપતિઓની યાદૃીમાં આવેલા લેટેસ્ટ ઉતાર-ચઢાવ પર એક નજર કરીએ.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ટોપ-૨૦માં સામેલ ૧૮ અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, તેમની નેટવર્થમાં ૧૯.૮ અબજ ડૉલર એટલે કે લગભગ રૂ. ૧,૬૩,૯૦૯કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે તેમની નેટવર્થ ઘટીને ૧૩૯ અબજ ડૉલર થઈ ગઈ છે. જોકે, બેઝોસ હજુ પણ વિશ્ર્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. મિલકત ગુમાવવા મામલે તેમના પછીનું નામ વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ અર્નોલ્ટનું આવે છે. તેમણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧.૨ અબજ ડૉલર અથવા લગભગ ૯૨,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે ફ્રેન્ચ અબજપતિની નેટવર્થ ૨૦૦ અબજ ડૉલરની નીચે પહોંચી ગઈ છે.
જેફ બેઝોસને સુખ અને દૃુ:ખ બંને એક સાથે મળ્યા છે. અહેવાલો અનુસાર, બેઝોસે તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે સગાઈ કરી લીધી છે. આ કપલ હાલમાં ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છે અને સાંચેઝની આંગળીમાં દૃય આકારની વીંટી જોઈને તેમની સગાઈના સમાચાર ચર્ચામાં છે. જણાવી દૃઈએ કે બંને વર્ષ ૨૦૧૮ થી એકબીજાને ડેટ કરી રહૃાા છે. આ ખુશીની વચ્ચે જેફ બેઝોસની સંપત્તિમાં આટલો મોટો ઘટાડો કોઈ દૃુ:ખથી ઓછો નથી.
પ્રોપર્ટીમાં આ સુનામીના કારણે નંબર વન પદૃ માટે બર્નાર્ડ અર્નોલ્ટ અને ઈલોન મસ્ક વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. જોકે, મસ્કની નેટવર્થમાં ૨.૨૨ અબજ ડોલર એટલે કેરૂ. ૧૮,૩૭૯ કરોડનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ૧૮૦ અબજ ડોલર પર આવી ગઈ છે. તદૃઉપરાંત બે ટોચના અબજોપતિઓ વચ્ચે મિલકતનું અંતર ઘટીને માત્ર ૧૨ અબજ ડોલર રહી ગયું છે. નુકસાન સહન કરનારા અન્ય અબજોપતિઓની વાત કરીએ તો બિલ ગેટ્સે ૧.૦૨ અબજ ડૉલર, વોરેન બફેટને ૨.૧૯ અબજ ડૉલર, લેરી એલિસનને ૨.૯૦ અબજ ડૉલર અને લેરી પેજને છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૫ અબજ ડૉલરનું નુકસાન થયું છે. સંપત્તિ ગુમાવનારા અમીર લોકોની યાદૃી અહીં સમાપ્ત થતી નથી. આમાં આગળનું નામ સ્ટીવ બાલ્મરનું છે, જેમની નેટવર્થમાં ૧.૮૯ અબજ ડૉલરનો ઘટાડો થયો છે. સર્ગેઈ બ્રિનને ૧.૮૬ અબજ ડૉલરનું નુકસાન, લાંબા સમય બાદૃ ટોપ-૧૦માં પ્રવેશેલા ફેસબુકના માર્ક ઝકરબર્ગને ૫૫૪ મિલિયન ડૉલરનું નુકસાન થયું છે. આ યાદૃીમાં કાર્લોસ સ્લિમ હેલુ, ફ્રાક્ધોઈસ બેટનકોર્ટ, અમાનીકો ઓર્ટિગા, જિમ વોલ્ટન, રોવ વોલ્ટન જેવા મોટા નામો પણ સામેલ છે. જો દૃુનિયાના ટોપ-૨૦ અમીરોની વાત કરીએ તો તેમાંથી માત્ર ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા ૨૪ કલાકમાં વધારો નોંધાયો છે. જ્યારે ગૌતમ અદૃાણીની નેટવર્થ ૪.૩૮ અબજ ડૉલર વધીને ૬૪.૨ અબજ ડૉલર થઈ ગઈ છે અને તેઓ અમીરોની યાદૃીમાં ૫ સ્થાનની છલાંગ લગાવીને ૧૮માં સ્થાને પહોંચી ગયા છે. તો બીજી તરફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (મુકેશ અંબાણી નેટ વર્થ)ની નેટવર્થ ૫.૪૯ મિલિયન ડૉલરના વધારા સાથે ૮૪.૧ અબજ ડૉલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્ર્વના ૧૩માં સૌથી અમીર વ્યક્તિ છે.