વ્હાઇટ હાઉસની નજીક ક્રેશ થયેલા વાહનના ડ્રાઇવરની ઓળખ મિઝોરીના ચેસ્ટરફિલ્ડના ૧૯ વર્ષીય સાઇ વર્ષિત કંડુલા તરીકે થઈ છે
નવી દિૃલ્હી, તા.૨૪
યુએસ પોલીસે માહિતી આપી હતી કે ૧૯ વર્ષીય ભારતીય મૂળના છોકરાએ વ્હાઇટ હાઉસ નજીક નાઝી-ધ્વજવાળા યુ-હૉલ ટ્રકથી ટક્કર મારી હતી. આ પછી પોલીસે છોકરાની ધરપકડ કરી હતી. છોકરા પર રાષ્ટ્રપતિ જો બાયડનને મારી નાખવા અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પાર્ક પોલીસે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે આશરે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ લાફાયેટ પાર્ક બહાર જણીજોઈને બોલાર્ડમાં ગાડીને ટક્કર મારી, જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી. ટીવી પર બતાવવામાં આવ્યું હતું કે એક લાલ અને કાળી ટ્રક પર નાઝી ધ્વજ લગાવવામાં આવ્યો હતો. યુએસ પાર્ક પોલીસે એક નિવેદૃનમાં કહૃાું કે વાહન ચાલકની ઓળખ મિઝોરીના ૧૯ વર્ષીય સાઈ વર્ષિત કંડુલા તરીકે થઈ છે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં ખતરનાક હથિયારથી હુમલો, ખરાબ રીતે વાહન ચલાવવું, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની હત્યા કે અપહરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેમના પર રાષ્ટ્રપતિના પરિવારના સભ્યને નુકસાન પહોંચાડવા, સંઘીય સંપત્તિને નષ્ટ કરવાનો અને પેશકદૃમી કરવાનો આરોપ છે. પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે જો બાયડન વ્હાઇટ હાઉસમાં હતા. લોનના સમય અંગે ચર્ચા કરવા માટે તેમણે ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી. ફોક્સના સંલગ્ન, સ્થાનિક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો કે વ્હાઇટ હાઉસની નજીકની એક હોટલના કેટલાક મહેમાનોને અકસ્માત બાદૃ હોટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. સ્ટેશન પરના એક રિપોર્ટરે આ દ્રશ્યનો વીડિયો પોસ્ટ કર્યો જેમાં એક રોબોટ ટ્રક કાર્ગો વિસ્તારની આસપાસ ફરતી હતી. જાપાનમાં ક્વાડ મીિંટગ દૃરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને તેમના અનોખા પડકાર અંગે ફરિયાદૃ કરી હતી. રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદૃી પાસે આવ્યા અને કહૃાું હતું કે, તેઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અગ્રણી નાગરિકોની વિનંતીઓના પૂરનો સામનો કરી રહૃાા છે. જો બાઈડેનની માફક ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને કહૃાું હતું કે, સિડનીમાં સામુદૃાયિક સ્વાગત માટેના સ્થળ પર ૨૦ હજાર લોકોની ક્ષમતા છે, પરંતુ તે હજુ પણ લોકોની વિનંતીઓને પૂરી કરવામાં સક્ષમ નથી. ઓસ્ટ્રેલિયન પીએમએ યાદૃ કર્યું હતું કે, કેવી રીતે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમમાં ૯૦,૦૦૦થી વધુ લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. તેના પર જો બાઈડેને હસતા હસતા પીએમ મોદૃીને કહૃાું હતું કે, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.